તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Non Secretarial Service Clerk Exam Will Be Held On October 20th 073047

બિન સચિવાલય સેવાના કારકુનની પરીક્ષા 20મી ઓક્ટોબરે લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગની જગ્યાએ સીધી ભરતીથી ભરવા માટે 12 ઓક્ટોબર, 2018ના રોજ જાહેરાત આપવામાં આવ્યા બાદ 20-6-2019ના રોજ સુધારા જાહેરાત અન્વયે એમસીક્યુ-ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી ભાગ-1 રાજ્યના જિલ્લાઓના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર 20 ઓક્ટોબરે યોજાશે તેવી જાહેરાત 20 ઓગસ્ટે મંડળની વેબસાઇટ પર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે મુજબ પરીક્ષા 20 ઓક્ટોબરે જ યોજાશે તેમાં તારીખમાં કોઇ ફેરફાર થયેલો નથી અને કોલ-લેટર ડાઉનલોડ કરવા માટેની સૂચનાઓ હવે પછી જાહેર કરવામાં આવશે તેમ સચિવની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...