તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Nine Nights Of Navratri Chaitri At The Khodaldham Temple Kagavad 071648

ખોડલધામ મંદિર-કાગવડ ખાતે ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસ ભક્તિમય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખોડલધામ મંદિર-કાગવડ ખાતે ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસ ભક્તિમય કાર્યક્રમો થકી મા ખોડલની આરાધના કરવામાં આવી રહી છે. પાંચમા નોરતે પણ મા ખોડલની આરાધના કરવા મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા. ખોડલધામ ખાતે મા ખોડલની વિશેષ પૂજા અર્ચના કરવા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પાંચમા નોરતે જેતપુર, ચાંદલી અને તોરી અને રાજકોટ મહિલા સમિતિની મોટી સંખ્યામાં મહિલાઓ ખોડલધામ ખાતે આવી હતી અને રંગોળી, રાસ-ગરબા, કીર્તન અને માતાજીને ચૂંદડીઓ અર્પણ કરી હતી. ખોડલધામમાં ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી દરરોજ મા ખોડલના મંત્ર જાપ કરવામાં આવી રહ્યા છે. ‘ઓમ ખોડિયાર માતાય નમઃ’ 85 હજાર જેટલા મંત્ર જાપ પાંચમા નોરતે કરવામાં આવ્યા હતા. મંત્ર જાપના કારણે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...