2015માં આવેલી ફિલ્મ માંઝી: ધ માઉન્ટેન મેનમાં નવાઝુદ્દીન 22

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

2015માં આવેલી ફિલ્મ માંઝી: ધ માઉન્ટેન મેનમાં નવાઝુદ્દીન 22 વર્ષની અથાગ મહેનત બાદ પર્વત તોડી તેની વચ્ચેથી રસ્તો બનાવે છે. રાજકોટના સામાજિક કાર્યકર મનસુખભાઈ સુવાગિયાએ પણ એવી જ રીતે અથાગ મહેનત અને ગ્રામજનોના શ્રમદાનથી છેલ્લા 20 વર્ષમાં 100થી વધુ ચેકડેમ બાંધ્યા છે. સૌરાષ્ટ્રના અનેક સુકાભઠ્ઠ ગામડાઓને આજે તેમણે લીલાછમ કરી દીધા છે જેના કારણે અગાઉ જે લોકો પાણીની અછતના કારણે ગામ છોડી ચાલ્યા ગયા હતા તેઓ પણ આજે ગામમાં પાછા વળ્યા છે. મનસુખભાઈ સુવાગિયાની ચેકડેમ યોજના જામકા ગામે પ્રત્યક્ષ જોઇને અને તેઓની ઝુંબેશથી પ્રભાવિત થઇને ગુજરાત સરકારે પણ 60:40ની ચેકડેમ યોજના બનાવી હતી, પરંતુ આજે એમાં ક્યાંય લોકભાગીદારી કે શ્રમદાન ન થયા. સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં સરકારી યોજનાથી માત્ર 10થી 15 ટકા ખર્ચમાં 100 વર્ષ સુધી ટકી શકે એવા ચેકડેમો અને તળાવોની યોજના સાકાર કરી છે. આજે અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ આ ત્રણ જિલ્લાના અનેક ગામડાઓમાં 10થી 15 ફૂટના ચેકડેમો બનાવ્યા છે. વિદ્વાનોના મતે સરકારી સહાય વિના લોકજાગૃતિ, લોકફંડ અને શ્રમદાનથી સેંકડો ગામોમાં ચેકડેમ-તળાવો બંધાવનાર મનસુખ સુવાગિયા એકમાત્ર અને પ્રથમ વ્યક્તિ છે.

અન્ય સમાચારો પણ છે...