તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીવાનપરા મેઇન રોડ પર યુવતીના મોબાઇલ ઝૂંટવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાં ચાલુ વાહને મહિલાઓના ગળામાંથી સોનાના ચેઇનની સાથે કેટલાક સમયથી મહિલા, યુવતીના હાથમાંથી મોબાઇલની ચીલઝડપના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવ શહેરના દીવાનપરા મેઇન રોડ પર ભરબપોરે બન્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મેહુલનગર-6માં રહેતી જાનવી જિગ્નેશભાઇ દવે નામની યુવતી શુક્રવારે બપોરે દીવાનપરા મેઇન રોડ પરથી પસાર થઇ રહી હતી. ત્યારે પાછળથી બાઇક પર આવેલા બે શખ્સ પૈકી પાછળ બેઠેલા શખ્સે યુવતીના હાથમાં રહેલો રૂ.15 હજારની કિંમતનો મોબાઇલ ઝૂંટવી પળવારમાં નાસી ગયા હતા.

જ્યારે અન્ય બનાવમાં શહેરના બાપુનગર પુલ પાસે જિલ્લા ગાર્ડન નજીક શુક્રવારે સાંજે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુવાનનું મોત નતપજ્યું છે. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસમથકના એએસઆઇ રવિભાઇ વાંક સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસ તપાસમાં મૃતક યુવાન રણુજા મંદિર પાસે રહેતા લક્ષ્મણભાઇ હમીરભાઇ દેથા (ઉ.વ.30) હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે મૃતક યુવાનના પરિવારને જાણ કરી હતી. બે ભાઇમાં મોટા લક્ષ્મણભાઇને સંતાનમાં એક પુત્ર, પુત્રી છે. લક્ષ્મણભાઇનું મોત બાઇક સ્લિપ થવાથી થયું કે કોઇ વાહનની ઠોકર લાગવાથી તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો