છેલ્લા 15 દિવસ, ગુલાબી ઠંડીના રાઉન્ડ પછી ઉનાળો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં માત્ર 24 જ કલાકમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રીથી 16.3 ડિગ્રી, જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી વધીને 32.7 ડિગ્રી સેલ્શિયસ થયું હતું. આ ઉપરાંત પવનોની ગતિ પણ ઓછી થતા ઠંડીમાં ઘણો ઘટાડો થયો હતો. માત્ર રાજકોટ જ નહીં રાજ્યભરમાં અલગ અલગ મથકો પર તાપમાનમાં 1થી 4 ડિગ્રીનો વધારો થયો છે. સૌથી વધુ મહત્તમ તાપમાન વેરાવળમાં 33.5 અને ન્યૂનત્તમ તાપમાન 20.3 નોંધાયું છે. જો કે હજુ શિયાળાએ વિદાય લીધી નથી.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ઠંડીમાં ઘટાડો થયો છે પણ આ હજુ શિયાળાની વિદાય ન ગણાવી શકાય. ઉનાળાને શરૂ થવામાં પણ વાર છે. હાલ તો એકાદ સપ્તાહ સુધી આવું તાપમાન રહેશે ત્યારબાદ ફરી તાપમાનમાં ઘટાડો થશે જો કે એક મહિના પહેલા જે રીતે 10 ડિગ્રી કરતા નીચે તાપમાન પહોંચી જતું હતું તેવું નહીં બને પણ પારો 14 કે 15 ડિગ્રીની આસપાસ રહેશે જેથી ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. આવા ઠંડીના એકાદ રાઉન્ડ બાદ શિયાળો વિદાય લેશે જે માર્ચના પ્રથમ સપ્તાહથી શરૂ થશે અને ત્યારથી ગરમીમાં વધારો થશે અને ઘણા સમય બાદ લોકોને પંખા ચાલુ કરવાની જરૂર પડશે.

માર્ચના પ્રથમ સપ્તાહથી ગરમી શરૂ થશે


4 ડિગ્રી વધીને 16.3, મહત્તમ 33ની નજીક


અન્ય સમાચારો પણ છે...