તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુખ્યાત તસ્કર બેલડી ઝડપાઇ, રૂ.5.47 લાખના સોનાના દાગીના જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | માંડાડુંગર નજીક બે શખ્સ શંકાસ્પદ હિલચાલ કરી રહ્યાની હકીકત મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમ દોડી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી અંજારના નાગલપરના વતની અને હાલમાં માંડાડુંગર પાસે રહેતા ધર્મેશ રામજી ટાંક (ઉ.વ.27) તથા ગોંડલ રોડ પરના ખોડિયારનગરમાં રહેતા નીતિન ઉર્ફે દાસ ગોરધનદાસ ભડંગજી (ઉ.વ.36)ને દબોચી લઇ તલાશી લેતા તેની પાસેથી રૂ.5,17,345ના સોનાના દાગીના મળી આવ્યા હતા. દાગીના ચોરાઉ હોવાની બંનેએ કબૂલાત આપી હતી. પોલીસે દાગીના અને બે મોબાઇલ તથા એક બાઇક સહિત કુલ રૂ.5,47,345નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાર મહિના પૂર્વે તસ્કર બેલડીએ તેના સાગરીત શાહરુખ સાથે મળી જેતપુરના વાવડીમાં ચોરી કરી હતી. બે મહિના પૂર્વે રામોદમાં એક મકાનમાં ખાબક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...