તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Impact Of Western Disturbance Has Resulted In A Sudden Change In The State Ahmedabad 070644

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં અચાનક વાતાવરણ પલટાયું છે. અમદાવાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં અચાનક વાતાવરણ પલટાયું છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા અને કરાં પડ્યા છે. પાડોશી મધ્યપ્રદેશમાં પણ ઝંઝાવાતી વરસાદને પગલે 14 વ્યક્તિનાં મોત થયા હોવાના અહેવાલ છે. રાજ્યના 19 જિલ્લામાં ઝંઝાવાતી વરસાદ પડ્યો છે. પરિણામે ચૂંટણીની મોસમમાં 15 જેટલી બેઠકો પર પ્રચારકાર્ય અટકી ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે પહેલા જ કુદરતે જાણે રોડ શો કર્યો હતો. કમોસમી માવઠાથી ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ છ લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટ નજીક બે અને ધ્રાંગધ્રામાં 1નું મોત થયું છે. ઠેર-ઠેર છાપરા ઊડવાના બનાવો પણ નોંધાયા છે. અચાનક પડેલા વરસાદને કારણે ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો પાક પલળી જવા પામ્યો હતો તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદથી કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. કેટલાક ઠેકાણે પશુધન પણ વીજળી પડવાથી મોતને ભેટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...