તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Group Integration For World Welfare Will Be Done From 11 To 23 November 071600

વિશ્વ કલ્યાણ અર્થે સમૂહ સંકીર્તન 11 થી 23 નવેમ્બર કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | અખંડ હરીનામ સંકીર્તન ‘13000 દિવસ’ના શ્રી રામ જય રામ જય જય રામ વિજય મંત્ર મહોત્સવ તા. 11 થી 23 સુધી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત અખંડ હરીનામ સંકીર્તન મંદિર, પ્રેમભિક્ષુજી માર્ગ, કાલાવડ રોડ ખાતે યોજાશે. વિશેષ સમૂહ સંકીર્તન રાતે 10 થી 1 કરાશે. આ મહોત્સવમાં વેરાવળ મહિલા મંડળ, રમેશભાઇ જન અને પ્રેમ પરિવાર મોવીયા, જાફરાબાદ પ્રેમ પરિવાર, દ્વારકા પ્રેમ પરિવાર, બાલા હનુમાન પ્રેમ પરિવાર જામનગર, જિજ્ઞેશભાઇ ટીલાવત દિવ અને ખંભાળિયા પ્રેમ પરિવાર, અમદાવાદ પ્રેમ પરિવાર, રામધૂન મંડળ, પ્રેમ પરિવાર ખંભાળા, ભાલકા તીર્થ પ્રેમ પરિવાર અને રાજકોટ પ્રેમ પરિવાર ઉતમભાઇ ધનેશા, હિંમતભાઇ પટેલ, ગોપાલભાઇ કક્કડ, સંજયભાઇ ભટ્ટ, રમણિકભાઇ લાંઘણોજા, ચિરાગભાઇ લુણાગરીયા, મહેશભાઇ બથીયા, હરેશભાઇ જાની, લાલજીભાઇ ટાંક, અશોકભાઇ ભાયાણી, મહેશભાઇ વાગડીયા સહભાગી બનશે. પ્રેમભિક્ષુજી મહારાજની 50મી પુણ્યતિથી સુવર્ણ મહોત્સવ 11 થી 14 એપ્રિલ 2020ના હરીદ્વાર તીર્થધામ ખાતે ભવ્ય રીતે ઉજવાશે.

અન્ય સમાચારો પણ છે...