તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Fourth Mahotsav Will Celebrate Arnaj Panchami Purnima Devotee At Arnaj Dham 072031

અરણેજ ધામમાં અરણેજ પૂર્ણિમા ભક્ત સમૂદાય ઉજવશે ચતુર્થ મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : અરણેજ પૂર્ણિમા ભક્ત સમૂદાય રાજકોટ દ્વારા અરણેજ ધામ, સોની સમાજની વાડી, ખીજડા મામા સાહેબ પાસે, કોઠારિયા નાકા રાજકોટમાં 13 અને 14 ચતુર્થ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 13 એપ્રિલના શનિવારે ના બપોરે 3 કલાકે સામૈયુ બાલાજી એપાર્ટમેન્ટ, રૈયા નાકા મેઇન રોડથી કરી સમાજની વાડી ખીજડા શેરીએ પહોંચવામાં આવશે. માતાજીને બળદ ગાડામાં બીરાજમાન કરાશ. કિન્નર સમાજના આગેવાનો પણ હાજર રહેશે. સાંજે 7 થી 8 રાસ ગરબાનો કાર્યક્રમ, રાતે 9 કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. 14 એપ્રિલના છપ્પન ભોગ દર્શન અને ઓમ શ્રી બુટ ભવાની માતાય નમ: મંત્ર જાપ સવારે 9 થી 2 કરવામાં આવશે. પ્રસાદનું વિતરણ બપોરે 12.30 કલાકે કરાશે. સહસ્ત્રનામ પાઠ, પૂજા બપોરે 3 કલાકે અને આર્શિવચનનો કાર્યક્રમ સાંજે 6 થી 7.15 કલાકે રહેશે. મહાઆરતી સાંજે 7.39 મીનીટે કરાશે. મહાપ્રસાદ રાતે 8.30 કલાકે યોજાશે. સોની કુંવરજીભાઇ આડેસરા, કાંતિલાલ પારેખ, પ્રભુદાસ પારેખ સહિતના ભક્તો સેવાયજ્ઞમાં સહભાગી બનશે.

અન્ય સમાચારો પણ છે...