તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The First Date Of Late Manohar Singhji 39on The Sabbath Of Remembrance39 073101

સ્વ.મનોહરસિંહજીની પ્રથમ તિથિ ‘સ્મરણોના સથવારે’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના પૂર્વ રાજવી, પૂર્વ આરોગ્ય મંત્રી મનોહરસિંહજી જાડેજા(દાદા)ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ગરિમા પૂર્ણ શ્રદ્ધાંજલિ, સ્મરણાંજલિના કાર્યક્રમનું આયોજન તા.27 શુક્રવારે સાંજે 5 વાગ્યે રણજિત વિલાસ પેલેસ ખાતે કરાયું છે.

‘આ કાર્યક્રમ અંગે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું કે, દાદા સ્મૃતિ રૂપે આજે પણ આપણી વચ્ચે છે. સ્મરણોના સથવારે કાર્યક્રમ અંતર્ગત દાદાને ભાવાંજલિ અર્પશું.’

કાર્યક્રમમાં ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝા અને બીએપીએસ મંદિર સંત અપૂર્વમુનિ સ્વામી આશીર્વચન પાઠવશે.

રાજવી પરિવાર સાથે સાથે વર્ષોથી અંગત નાતો ધરાવતા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ દાદા સાથેના પોતાના સંસ્મરણો જણાવશે.

અન્ય સમાચારો પણ છે...