તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News The Finance Committee Of The University Will Decide On A Cost Of Rs 20 Crore For The Erp System 072518

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.ની ફાઇનાન્સ કમિટી ERP સિસ્ટમ માટે 20 કરોડના ખર્ચનો નિર્ણય લેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે ફાઇનાન્સ કમિટીની બેઠક યોજાનાર છે જેમાં સમગ્ર યુનિવર્સિટીના ડિજિટલાઇઝેશન માટે 10 વર્ષના રૂ.20 કરોડના ખર્ચને મંજૂર કરવા અને સરકારમાં આ ખર્ચ માટે દરખાસ્ત કરવા સંદર્ભે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. તેમજ વીડિયો કોન્ફરન્સ સિસ્ટમ માટે રૂ.30,45,900નો લોએસ્ટ ભાવ આવેલો છે જે બાબતે પણ દરખાસ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત ફાર્મસી ભવન માટે જુદા-જુદા સાધનો ખરીદવા અંગે, રૂ.87,85,763 સર્વિસ ટેક્સ, સર્વિસ ટેક્સ ન લીધો હોય તેની રકમ રૂ.20 હજાર, અને સર્વિસ ટેક્સ પર રૂ.87,85763 પેનલ્ટી બાબતે ટ્રિબ્યૂનલમાં જવા અંગે અને તેના માટે થનારા ખર્ચ અંગે ફાઇનાન્સ કમિટીમાં ચર્ચા કરાશે, તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિભાગો માટે 38 નંગ ડેસ્ક ટોપ ખરીદવાની દરખાસ્ત પણ રજૂ કરાશે.

ફાઇનાન્સ કમિટીની બેઠક સોમવારે પૂરી થયા બાદ આગામી 20મીએ એસ્ટેટ કમિટીની બેઠક, 24મીએ સિન્ડિકેટની બેઠક અને 29મીએ સેનેટની બેઠક બોલાવવામાં આવી છે.

20મીએ એસ્ટેટ, 24મીએ સિન્ડિકેટ, 29મીએ સેનેટની બેઠક, યુનિ.ના વિવિધ વિભાગો માટે 38 ડેસ્ક ટોપ ખરીદવાની દરખાસ્ત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો