સ્નૂકર ચેમ્પિયનશિપમાં આજે ફાઇનલ મુકાબલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પારસી અગિયારી ચોક પાસે આવેલા શ્યામ સ્નૂકર વર્લ્ડ ખાતે છેલ્લા 14 દિવસથી ચાલી રહેલી રાજકોટ ડિસ્ટ્રિક્ટ ઓપન રેન્કિંગ સ્નૂકર ચેમ્પિયનશિપ અંતિમ તબક્કામાં પહોંચી છે. શનિવારે રમાયેલા સેમિફાઇનલમાં જતિન પંચાસરા અને બ્રિજેશ ગજ્જરે જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બંને વચ્ચે રવિવારે ફાઇનલ મુકાબલો રમાશે.

શનિવારે રમાયેલા બે સેમિફાઇનલ પૈકી પ્રથમ મેચ જતિન પંચાસરા અને કાદુભાઇ પ્રિન્સ વચ્ચે રમાયો હતો.

જેમાં જતિને 4-1ની ફ્રેમથી જીત મેળવી હતી. જતિને 57-25, 36-45, 67-10, 68-02 અને 75-19થી વિજય મેળવ્યો હતો. બીજો સેમિફાઇનલ બ્રિજેશ ગજ્જર અને પ્રશાંત હેરમા વચ્ચે રમાયો હતો. તેમાં બ્રિજેશે 4-0થી એક તરફી જીત મેળવી હતી. બ્રિજેશે 54-49, 56-32, 90-63, 46-42થી વિજય મેળવ્યો છે. પહેલી જ વખત રમાયેલી જિલ્લાકક્ષાની ઓપન રેન્કિંગ ચેમ્પિયનશિપનો ફાઇનલ રવિવારે સાંજે રમાશે તેમ આયોજક ચેતનસિંહ જાડેજાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...