ખેડૂતોને વજન મુદે્ કંપનીએ જ વળતર ચૂકવવું જોઇએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોને વજન મુદે્ કંપનીએ જ વળતર ચૂકવવું જોઇએ
આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, રાજકોટમાંથી ખાતર મુદ્દે સમાચાર મળ્યા એટલે ત્યારે જ સચિવ સંદીપ મિશ્રાને ફોન કરી તપાસ કરવા કહ્યું હતું. તે મારફત રાજ્યના મુખ્ય સચિવને જાણ કરાતા જીએસએફસીના એમડી પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે. ખેડૂતોને ઓછા ખાતરનું વળતર મળશે તે પ્રશ્નનો ઉત્તર આપ્યો હતો કે ‘મેં સૌથી પહેલા એ જ કહ્યું હતું કે ખેડૂતોએ પૂરા પૈસા આપ્યા તો ખાતર શા માટે ઓછું મળે, તે વળતર કંપનીએ જ ચૂકવવુ જોઇએ.’ આ માટે કૃષિ વિભાગ સીધી કાર્યવાહી નહીં કરી શકે કારણ કે, તે વિભાગ બદલાઈ જતો હોવાનો પણ બચાવ તેમણે રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...