તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Extent Of Rajkot Will Increase The Mayor Proposes To Merge Five Villages Into Municipal Corporation 074043

રાજકોટની હદ વધશે, પાંચ ગામોને મનપામાં ભેળવવા મેયર દરખાસ્ત મૂકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપર, મુંજકા, ઘંટેશ્વર તેમજ મોટામવા ગામ રાજકોટ મહાનગરપાલિકામાં ભળવાના હોવાની લગભગ બે વર્ષથી અટકળો ચાલી રહી હતી. મેયરે જનરલ બોર્ડમાં ગામોને ભેળવવા દરખાસ્ત કરવાની જાહેરાત કરતા તેનો અંત આવ્યો છે અને ચિત્ર સ્પષ્ટ થયું છે.

મેયર બિનાબેન આચાર્યના જણાવ્યા અનુસાર માધાપર, ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા આખા ગામ જ્યારે મનહરપુર ગામના 4 વોર્ડ એટલે કે મનહરપુર-1ને કોર્પોરેશનમાં ભેળવવા માટે 18મીએ મળનારી મનપાની જનરલ બોર્ડમાં અરજન્ટ દરખાસ્ત કરવામાં આવશે. મેયર આ દરખાસ્ત મૂકશે તે બોર્ડમાં પસાર થતા રાજ્ય સરકારને મોકલવામાં આવશે. સરકાર નોવાંધા સૂચનો સાંભળશે અને ત્યારબાદ નોટિફિકેશન બહાર પાડી ગામોને મનપામાં સમાવવા હુકમ કરશે. અત્યારની સ્થિતિએ રાજકોટ મનપાનો વિસ્તાર 129.21 ચો. કિ.મી. છે જેમાં 34 ચો. કિ.મી.નો વધારો થતા નવા રાજકોટનો વિસ્તાર 163.32 ચો.કિ.મી. જેટલો વિશાળ થશે. આ ઉપરાંત 2011ની વસ્તી ગણતરી મુજબ શહેરની વસ્તી 13,46,192 છે જેમાં 31,464ના વધારા સાથે નવી વસ્તી 13,77,656 થશે.

માધાપરમાં વસેલું મનહરપુર-1 જ ભળશે, ગ્રા.પં. રહેશે
દરખાસ્તમાં મનહરપુર-1ને જ મનપામાં ભેળવવા દરખાસ્ત છે. મનહરપુર-1 જામનગર રોડ પર છે અને તેમાં 4 વોર્ડ છે, જ્યારે મનહરપુર-2 રેલવે ઓવરબ્રિજ પાસે આવેલું છે. માત્ર અડધા ગામને ભેળવવા પાછળ ભૌગોલિક પરિસ્થિતિ જવાબદાર છે. જ્યારે ઈશ્વરિયા ડેમ બન્યો ત્યારે ત્યાં વસેલું મનહરપુર આખું ડૂબમાં જતું હતું તેથી સ્થળાંતરિત જરૂરી હતી. સ્થળાંતર માટે સરકારે માધાપર ગામના ખરાબામાં તેમજ 150 ફૂટ રોડ પર એમ બે જગ્યા આપતા બંને સ્થળે ગામ વસ્યું હતું. ભૌગોલિક રીતે મનહરપુર-1 માધાપરની નજીક હોવાથી તેટલા ભાગને કોર્પોરેશનમાં સમાવાશે. મનહરપુર-2ની પાસે રોણકી ગામ આવેલું છે પંચાયત વિભાગે વળી રોણકી અને મનહરપુરની સંયુક્ત પંચાયત રાખી છે. જેથી આ પંચાયતનો અંત નહીં આવે જ્યારે સરકારના નોટિફિકેશન બાદ માધાપર, ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા સહિતની ગ્રામપંચાયતનું વિસર્જન થશે.

માધાપરને ભેળવવાની પેરવી પર કોર્ટમાં જઇશું : સરપંચ
ગામોને મનપાની હદમાં ભેળવવાની જાહેરાત થતા માધાપરના સરપંચ છગનભાઈ સંખાવરાએ જણાવ્યું હતું કે, ‘ગામમાં રૂડાએ કોઇ સુવિધા આપી નથી. આવી સ્થિતિમાં ભેળવવાનું કહે તો કઈ રીતે માની શકાય. મંજૂરી વગર કોર્પોરેશનમાં ભેળવવાના નિર્ણયનો ગ્રામજનોએ વિરોધ કર્યો છે જરૂર પડ્યે કોર્ટમાં જવા તૈયારી બતાવી છે’ બીજી તરફ આગેવાનોએ આ નિર્ણય સામે સહમતી દર્શાવી છે. ઘંટેશ્વરના પૃથ્વીરાજસિંહ(ઘોઘુભા) જાડેજાએ કહ્યું હતું કે, સરકારે ખૂબ વિચારણા બાદ ગામોને ભેળવ્યા છે અને તેનાથી વિકાસ થશે. મોટામવાના સરપંચ તેમજ સરપંચ સંગઠનના પ્રમુખ વિજય કોરાટે કહ્યું હતું કે, મનપાની હદમાં આવતા અન્ય વિસ્તારોની જેમ મોટામવા પણ સારી રીતે પ્રગતિ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...