આઠ ટ્રેન અઢી કલાક સુધી મોડી પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ ડિવિઝનના દિગસર-ચમારજ તથા રાજકોટ-બિલેશ્વર વચ્ચે બ્લોકને કારણે 13 ફેબ્રુઆરીના રોજ આઠ ટ્રેન પ્રભાવિત રહેશે. રાજકોટ આવતી-જતી આઠ ટ્રેન બે કલાક સુધી મોડી પડશે. પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ ખાતે સુરેન્દ્રનગર-રાજકોટ રેલખંડના ડબલિંગ કાર્યને કારણે તારીખ 13 ફેબ્રુઆરી 2020ના રોજ દિગસર-ચમારજ તથા રાજકોટ-બિલેશ્વર સ્ટેશન વચ્ચે બ્લોક લેવામાં આવશે. પોરબંદર-હાવડા, વેરાવળ-ઇન્દોર સહિતની ટ્રેન પ્રભાવિત રહેશે.

13મી ફેબ્રુઆરીએ બ્લોકને કારણે આ ટ્રેનો પ્રભાવિત થશે

} 12905 પોરબંદર-હાવડા એક્સપ્રેસ પોરબંદરથી 1.10 કલાક મોડી ઉપડશે.

} 22905 ઓખા-હાવડા સુપરફાસ્ટ ઓખાથી એક કલાક મોડી ઉપડશે.

} 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ વેરાવળથી એક કલાક મોડી ઉપડશે.

} 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ સોમનાથથી 40 મિનિટ મોડી ઉપડશે.

} 22952 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ દિગસર તથા માર્ગમાં બે કલાક મોડી રહેશે.

} 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ માર્ગમાં અઢી કલાક મોડી રહેશે.

} 12906 હાવડા-પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસ માર્ગમાં બે કલાક મોડી રહેશે.

} 22906 હાવડા-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 ફેબ્રુઆરીએ હાપાથી અઢી કલાક મોડી ઉપડશે.
અન્ય સમાચારો પણ છે...