તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હલેન્ડા પાસે ટ્રક પાછળ વાન અથડાતા વાનચાલકનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ તાલુકાના હલેન્ડા અને ભૂપગઢ પાસે અકસ્માતનાં બે બનાવમાં બેનાં મોત નીપજ્યાં છે. હલેન્ડા ગામ પાસે મારુતિ સુપર કેરી વાન આગળ જઇ રહેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા બોટાદની પ્રજાપતિ સોસાયટીમાં રહેતા વાનચાલક સરફરાજભાઇ આમીનભાઇ કોઠારિયાનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. જ્યારે વાનમાં ચાલકની બાજુમાં બેઠેલા મૃતકના પિતરાઇ ભાઇ અસલમ સિકંદરભાઇ કોઠારિયાને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો હતો. આજી ડેમ પોલીસે અસલમની ફરિયાદ પરથી બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરનાર સરફરાજ સામે ગુનો નોંધ્યો છે.

બીજા બનાવમાં ભૂપગઢ ગામ નજીક બાઇક સ્લીપ થતા પ્રકાશ પળિયાભાઇ સાજનારનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. જ્યારે મૃતક યુવાનના પુત્ર જીતનો ચમત્કારિક બચાવ થયો હતો. આજી ડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

ભૂપગઢ પાસે બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત

અન્ય સમાચારો પણ છે...