તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News The Discovery Of Herbal Medicines For Cancer Treatment Will Work For Up To Two Stages 072703

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્સરના ઇલાજ માટે હર્બલ દવાની શોધ, બે સ્ટેજ સુધી કારગત નિવડશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવન દ્વારા હર્બલ દવાની શોધ કરવામાં આવી છે અને આ દવા જે દર્દીઓને લંગ, લીવર કે બ્રેસ્ટ કેન્સર હશે તેના ઇલાજમાં ઉપયોગી થશે તેમ વૈજ્ઞાનિક ડો.વૈભવ ભટ્ટે જણાવ્યું હતું.

ડો.વૈભવ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની એકમાત્ર સેલ લાઇન લેબોરેટરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં છેલ્લા એક વર્ષથી કાર્યરત છે. આ લેબોરેટરીમાં છેલ્લા એક વર્ષથી અમે પુનાની નેશનલ સેન્ટર ફોર સેલ સ્ટડી(એનસીસીએસ)માંથી કેન્સરના વિવિધ પ્રકારના સેલ મગાવી તેને ન્યુટ્રિશિયન આપીને ગ્રો એટલે કે તેનો વિકાસ કરીએ છીએ અને ત્યારબાદ તેના પર કેન્સરના ઇલાજ માટેની વિવિધ દવાઓનો પ્રયોગ અને સંશોધન શરૂ કર્યું હતું. જેમાં એવી હકીકત પ્રકાશમાં આવી હતી કે, કેન્સરની વિવિધ દવાઓ તેના સેલને ખતમ તો કરી નાખે છે પરંતુ તેની આડઅસર ઘણી બધી છે. આથી કેન્સરના દર્દીઓને આડઅસર ન થાય તે માટે હર્બલ પ્લાન્ટમાંથી દવાઓ છુટ્ટી પાડી ‘સીલીબીનીન નેનો પાર્ટિકલ’ બનાવવામાં આવ્યા છે અને તેમાં સફળતા પણ મળતા રિ-કન્ફર્મેશન માટે એનિમલ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળતા હવે ક્લિનિકલ ટ્રાયલ માટેની તૈયારી શરૂ કરી છે.

નેનો પાર્ટિકલ MDI મારફત સીધી ફેફસાંમાં પહોંચી ઇલાજ કરે છે

કેન્સરના દર્દીને સીલીબીનીન પાર્ટિકલનો ડોઝ મીટર ડોઝ ઇન્હેલર મારફત સીધો ફેફસાંમાં પહોંચાડવામાં આવે છે અને ફેંફસાંમાં હર્બલ દવાનો ડોઝ નેનો પાર્ટિકલમાંથી છુટ્ટો પડી કેન્સરના સેલના નાશની કામગીરી કરે છે.

કેન્સરની હર્બલ દવાની પેટન્ટ માટેની કાર્યવાહી હાથ ધરાઈ

આ હર્બલ દવાની પેટન્ટ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ આ દવાથી માત્ર પ્રથમ અને સેકન્ડ સ્ટેજમાં જ કેન્સરનો ઇલાજ શક્ય છે. કેન્સરના છેલ્લા સ્ટેજમાં તેના સેલ લોહીમાં ભળતા શરીરમાં અલગ-અલગ ગાંઠ થાય છે અને તેનો ઇલાજ થતો નથી.

ઉંદર પર સતત 8 મહિના સુધી પ્રયોગ કરાયો

કેન્સરના સેલને ઉંદરમાં ગ્રો કરી તેની ગાંઠ બન્યા બાદ ‘સીલીબીનીન નેનો પાર્ટિકલ’ની મદદથી કેન્સરની ગાંઠનો ઇલાજ શરૂ કર્યો હતો અને સતત આઠ મહિના સુધી ઉંદરને હર્બલ દવા આપતા તેના બોડીમાંથી કેન્સરની ગાંઠ દૂર કરવામાં સફળતા મળી છે. આ હર્બલ દવા હોવાથી તેની કોઇ આડઅસર થઇ ન હતી.

સૌરાષ્ટ્રની એકમાત્ર સેલ લાઇન લેબોરેટરીમાં લંગ, લીવર અને બ્રેસ્ટ કેન્સરના ઇલાજ માટે આડઅસર વગરની દવાની શોધ શક્ય બની

ભાસ્કર

પ્રોફેસરે મહત્ત્વની સિધ્ધિ મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો