તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીન કૌભાંડીઓ માટે મળતા બોર્ડનો કોંગ્રેસ બહિષ્કાર કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

28 ફેબ્રુઆરીએ રાજકોટ મહાનગરપાલિકાનું ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. આ બોર્ડમાં 17માંથી 8 દરખાસ્ત જમીનને લગતી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષી નેતા અને દંડકે આ જમીન કૌભાંડીઓ માટે બોર્ડ બોલાવ્યું હોવાથી કોંગ્રેસના તમામ નગરસેવકો તેનો વિરોધ કરવા બોર્ડનો જ બહિષ્કાર કરશે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષીનેતા વશરામ સાગઠિયા એન દંડક અતુલ રાજાણીએ મહાનગરપાલિકામાં કોંગ્રેસના કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના શાસકોએ ટાઉન પ્લાનિંગ એક્ટને કચરા પેટીમાં નાખી ઇડબ્લ્યુએસના પછાત જ્ઞાતિના પરિવારોને ઘરનું ઘર મળે તે માટે અનામત રાખવામાં આવેલા પ્લોટને હેતુ ફેર કરી ગાર્ડન હેતુમાં ફેરવવાની કાર્યવાહી કરવા તેમજ અન્ય જમીનને લગતી દરખાસ્તો મંજૂર કરવા આગામી 28 ફેબ્રુઆરીએ મનપાના શાસકોએ ખાસ બોર્ડ બોલાવ્યું છે.

સામાન્ય રીતે ખાસ બોર્ડ શહેરીજનોના લાભ માટે અથવા કોઇ કામ અટકતું હોય કે મોટું નુકસાન જતું અટકાવવા બોલાવવામાં આવે છે, પરંતુ ભાજપે જમીન કૌભાંડીઓને સાચવવા માટે આ બોર્ડ બોલાવ્યું હોવાથી તેનો બહિષ્કાર કરવામાં આવશે.

ટી.પી.ના આ પ્લોટનો હેતુ ફેર ન કરવા માટે કમિશનર, શહેરી વિકાસ વિભાગને રજૂઆત કરવામાં આવશે. આમ છતાં જો ન્યાય નહીં મળે તો કાનૂની પગલાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો