તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમિશનરે કહ્યું ભૂલ કરનારને શિક્ષા કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકાના જાહેર શૌચાલય પાસે મુકાયેલા ચેતવણી બોર્ડમાં મહા ભયંકર ભૂલ કરીને જીપીએમસી એક્ટ 376ના બદલે આઈપીસી એક્ટ 376 મુજબ કાર્યવાહી કરવાનું લખાણ કરાયું હતું. એટલે કે, કચરો ફેંકનાર સામે દુષ્કર્મનો ગુનો નોંધવાની ચેતવણી અપાઈ હતી. આ અંગેના અહેવાલ દિવ્ય ભાસ્કરમાં ફોટા સાથે પ્રસિધ્ધ થતાં મનપાનું સંબંધિત તંત્ર સફાળું જાગ્યું હતું અને રવિવાર હોવા છતાં દૂધસાગર રોડ પર શાળા નં.66 પાસેના જાહેર શૌચાલયના ચેતવણી બોર્ડનું લખાણ દૂર કરવા કાર્યવાહી શરૂ કરી હતી. જો કે, સૌ પ્રથમ તો ભગો કરીને આઈપીસી એક્ટ યથાવત રાખી માત્ર 376 પર પીછડો મારી દેવાયો. ત્યારબાદ મનપાના અધિકારીનું ફરી ધ્યાન દોરવામાં આવ્યું કે, જીપીએમસી એક્ટ મુજબ મનપા કાર્યવાહી કરી શકે. આઈપીસી મુજબ નહીં. ભગો થયાની જાણ થતાં ફરી મનપાના અધિકારીઓ જાહેર શૌચાલય દોડી ગયા હતા અને જીપીએમસી એક્ટ 376 મુજબ કચરો ફેંકનાર સામે કાર્યવાહી કરાશે તેવું લખાણ કરાયું હતું. જો કે, તેમાં પણ એક ભૂલ રાખી દેવામાં આવી છે. ઈંગ્લીશ અને ગુજરાતી બન્નેમાં એક્ટ લખવામાં આવ્યું છે. બીજી બાજુ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ ગંભીર પ્રકારની ભુલ છે. આ પ્રકરણમાં જવાબદાર હશે તેની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવશે.

જાહેર ચેતવણીના બોર્ડમાં ભૂલ કરી, સુધારો કરવામાં ફરી ભૂલ કરી, છેલ્લે સુધારો કર્યો
ભાસ્કર ઇમ્પેક્ટ
12 જાન્યુ.ના રોજ દિવ્ય ભાસ્કરમાં આ ફોટો પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો