તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News The Collector39s 24 Petitions Filed By The High Court Were Rejected 072627

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇકોર્ટમાં જનારી બેન્કની 24 અરજી કલેક્ટર તંત્રે ટલ્લે ચડાવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

બેન્કોમાંથી લાખો-કરોડો રૂપિયાની લોન લઇ ધૂંબા મારી દેનારા દેણદારો સામે સરફેસી એક્ટ સામે કાર્યવાહી કરવામાં આવે છે જેમાં કલેક્ટર તંત્રના અધિકારીઓ દ્વારા ભારે મનમાની ચલાવવામાં આવતી હોવાના ચોંકાવનારા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં ગત જુલાઇ માસમાં જિલ્લા કલેક્ટરના હુકમ બાદ પણ એક મિલકતનો કબજો મામલતદાર અપાવતા ન હોવાથી હાઇકોર્ટમાં દાદ માગવા ગયેલા બેન્કના વકીલની અન્ય 24 મિલકતો કબજે લેવાની અરજી નવી કલેકટર કચેરીના જવાબદાર અધિકારીઓ ટલ્લે ચડાવી દીધી હતી

રાજકોટની એ.યુ.સ્મોલ બેન્ક દ્વારા ગત ઓગસ્ટ માસ પૂર્વે જિલ્લા કલેકટરના આદેશ બાદ પણ એક મિલકતનો કબજો અપાવવામાં મામલતદાર કચેરીના અધિકારીઓ આડોડાઇ કરતા હોવાથી હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી હતી અને હાઇકોર્ટે આ મિલકતનો કબજો બેન્કને અપાવી દેવા આદેશ કર્યો હતો.

બેન્કે હાઇકોર્ટમાં દાદ માગતા નારાજ થયેલા નવી કલેક્ટર કચેરીના લીગલ વિભાગના અધિકારીઓએ એ.યુ.સ્મોલ બેન્ક દ્વારા ગત ઓગસ્ટ માસમાં કરાયેલી 24 જેટલી મિલકતો કબજે કરવાની અરજી લટકાવી દીધી હતી અને એક ઉચ્ચ અધિકારીએ તો બેન્કના અરજદારોને ત્યાં સુધીનું કહી દીધું કે આ 24 મિલકતો માટે પણ હાઇકોર્ટમાંથી જ ઓર્ડર લઇ લ્યો.

જો લીગલ વિભાગનો રેકર્ડ ચકાસવામાં આવે તો હાલમાં નવેમ્બર-ડિસેમ્બર સુધીની બેન્કોની અરજીઓનો કલેકટર કચેરીના લીગલ વિભાગે નિકાલ કરી નાખ્યો છે ત્યારે એક જ બેન્કની 24 અરજીઓ શા માટે લટકાવી રાખી? તેના માટે જવાબદાર કોણ? તેની કલેકટર તટસ્થ તપાસ કરાવે તો અનેક જવાબદારોના તપેલાં ચડી જવાની શક્યતા વ્યક્ત થઇ રહી છે. આ બાબતે લીગલ વિભાગના નાયબ મામલતદાર અજમેરાએ જણાવ્યું હતું કે બેન્ક દ્વારા કરવામાં આવેલી અરજીમાં કવેરી હશે તેથી મોડું થયું હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો