તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરકસર કરવા નાખેલી સસ્તી લાઈન 10 જ વર્ષમાં સડી ગઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ શહેરમાં વારંવાર લાઈનોનું તૂટવું સામાન્ય બની ગયું છે. રવિવારે કણકોટ પાસે મસમોટી 900 મીમીની સાઈઝની લાઈન તૂટી હતી. આ લાઈનમાં તળિયાના ભાગે સડો થતા બાકોરું પડ્યું છે અને તેને રિપેર કરવા માટે મહેનત કરાઈ રહી છે હજુ પાણીનો બગાડ શરૂ થાય ત્યાં જ મનપાને ધ્યાને આવી જતા તુરંત રિપેરિંગ કામ હાથ ધરાયું હતું. સિટી ઈજનેર એમ.આર. કામલિયાના જણાવ્યા અનુસાર બપોરે કામ શરૂ થઈ ગયું હતું અને રાત સુધીમાં લાઈન રિપેર થઈ જશે.

ન્યારી-1 ડેમથી રૈયાધાર જતી 900 મીમીની લાઈન 14 કિ.મી. જેટલી પથરાયેલી છે. માત્ર 10 વર્ષ પહેલાં જ નાખેલી લાઈન હવે સડવા લાગી છે. જેની પાછળ મનપાની એક સમયે કરેલી કરકસર જ જવાબદાર છે. પાણીની મોટી લાઈન નક્કર લોખંડની હોય છે પણ તે સમયે બીડબલ્યુએસસી મેથડથી આ લાઈન બનાવાઈ હતી જેથી તે સસ્તી પડી હતી પણ તેને કારણે ગુણવત્તા ઓછી હશે તેવો વિચાર ત્યારે કરાયો ન હતો અને હવે તે નડી રહ્યું છે.નવા ગામો શહેરમાં ભળી રહ્યા છે અને તેવામાં આ લાઈન મારફત જ પાણી પહોંચાડવાનું છે પણ અવારનવાર લાઈન તૂટશે તો વિતરણ ખોરવાઈ જશે જેથી 14 કિ.મી. નવી લાઈન અને તે પણ એમએસની નાખવી જ પડશે અને તે ખર્ચ મહાનગરપાલિકાને માથે પડશે.

શા માટે આ લાઈન નખાઇ
બાર વરેપ્ટ સ્ટીલ કોંક્રીટ લાઈનની બનાવટમાં પાતળા પતરા પર લોંખડના સળિયાની જાળી વીંટાય છે. બાદમાં અંદર અને બહારની બાજુમાં કોંક્રીટ ભરી દેવાય છે. નક્કર લોખંડને બદલે સળિયા અને કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવતા તે ઘણી સસ્તી પડે છે. રાજ્ય સરકારે 10 વર્ષ પહેલા તમામ સરકારી વિભાગોમાં ખર્ચ કરવામાં કરકસર કરવાની સૂચના આપી પાઈપની કામગીરીમાં બીડબલ્યુએસસી વાપરવા પરિપત્ર થયો હતો અને મનપાએ ગુણવત્તાની ચિંતા કે ચર્ચા કર્યા વગર લાઈન નાખી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો