તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Cause Of The Hotel Coca Owner39s Son39s Death Has Been Left Intact From The Fourth Floor 073045

ચોથા માળેથી પટકાતાં હોટેલ કોકાના માલિકના પુત્રનું મોત, કારણ અકબંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાજ્ઞિક રોડ પર આવેલી હોટેલ કોકાના માલિક સુનિલભાઇ શેઠના પુત્ર તેજ મંગળવારે રાતે હોટેલના ચોથા માળેથી રહસ્યમય રીતે નીચે રોડ પર પટકાયો હતો. અચાનક હોટેલના ચોથા માળેથી યુવાન નીચે ખાબકતાં લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. બાદમાં તેજને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસમથકના પીએસઆઇ એ.જી.અંબાસણા સહિતનો સ્ટાફ તેમજ ઇજાગ્રસ્ત તેજ શેઠના પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા હતા. યુવાન બેભાન હાલતમાં હોય બનાવનું કારણ જાણવા પોલીસે પરિવારની પૂછપરછ કરી હતી, પરંતુ તેઓ પણ અજાણ હોવાની વાત કરી હતી. દરમિયાન સારવારમાં રહેલા તેજ શેઠે ગુરુવારે દમ તોડતાં બનાવનું કારણ અકબંધ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...