તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓટો શો રૂમનો કેશિયર 5.51 લાખ ચાઉં કરી ગયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના ગોંડલ રોડ પર આવેલા પરફેકટ ઓટો સર્વિસિઝ નામના શો રૂમમાં કેશિયર તરીકે નોકરી કરતા આજી ડેમ પાસેના હરસિધ્ધિ પાર્કમાં રહેતા કેતનભાઇ ભીખુભાઇ જોષી નામના શખ્સ સામે રૂ.5,51,815ની રકમની ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

યુનિવર્સિટી રોડ, નંદી પાર્ક-5માં રહેતા અને ઓટો શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતા રોનક નટવરલાલ વ્યાસે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી કેતન જોષી છેલ્લા પાંચ વર્ષથી પેઢીમાં કેશિયર તરીકે નોકરી કરે છે. ત્રણ દિવસમાં આવેલી રૂ.5,45,646ની રકમ તેમજ એક અન્ય ગ્રાહકે જમા કરાવેલી ડાઉન પેમેન્ટની રૂ.6170ની રકમની ઘટ જોવા મળી હતી. પૂછપરછમાં કેતન જોષીએ ત્રણ દિવસની કુલ રકમ 5,51,815ની રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાની કબૂલાત આપી છે. આમ કંપનીમાં રકમ જમા કરાવવાને બદલે કેશિયર કેતન જોષીએ તે રકમ બારોબારો ઉચાપત કરી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. પીએસઆઇ રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો