તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Telangana Scientist Will Be Doing Post Doctorate At Saurashtra University 071624

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેલંગાણાના વૈજ્ઞાનિક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પોસ્ટ ડોક્ટરેટ કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશની ટોપ લેવલની યુજીસી સીએસઆરમાં પીએચ.ડી. કરી સાયન્ટિસ્ટ તરીકે ટેમ્પરેચર મેળવવાની પ્રક્રિયામાં 0.03 કેલ્વીન એટલે કે માઇનસ 272 ડિગ્રી સેલ્સિયસ એચિવ કરવાનો પ્રોજેક્ટ હેન્ડલ કરનારા સાયન્ટિસ્ટ ડો.દોન્તુલે વ્યંક્ટેશે પોસ્ટ ડોક્ટરેટ અભ્યાસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સની પસંદગી કરી છે અને તેમના મેન્ટર તરીકે ડો.નિકેશ શાહ અને ડો.પીયૂષ સોલંકીની પસંદગી કરાઇ છે.

મૂળ તેલંગાણાના વારંગલના ગરીબ પરિવારમાં જન્મેલા વ્યંક્ટેશે દેશમાં ખૂબ જ પ્રખ્યાત યુજીસીસીએસઆર ઇન્દોરમાં 2007માં એડમિશન મેળવ્યા બાદ ડો.ગણેશન પાસેથી માર્ગદર્શન મેળવીને એમ.ફિલ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી અને ત્યાં જ સાયન્ટિસ્ટ તરીકે કામગીરી શરૂ કરી હતી અને ત્યારબાદ કલ્પકમમાં 1 વર્ષ માટે પોસ્ટ ડોક્ટરેટ કર્યા બાદ ડી.એફ.કોઠારી ફેલોશિપ માટે પસંદગી થઇ હતી. ડો.વ્યંક્ટેશ ‘મેગ્નેટિક થીન ડિવાઇસિસ’ વિષય પર પોસ્ટ ડોક્ટરેટ કરવાના છે. ડો.દોન્તુલે વ્યંક્ટેશે અત્યાર સુધીમાં 32થી વધુ સંશોધનો પબ્લિશ્ડ કર્યા છે. તેમના જ્ઞાનનો લાભ ભૌતિક શાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓને પણ મળશે. ડો.નિકેશ શાહે જણાવ્યું હતું કે, ડો.વ્યંક્ટેશ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ સાથે કોલોબ્રેટિવ વર્ક કરે છે અને તેનાથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠા પણ વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો