તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કવોલિટીની ચિંતા છોડો, રિસ્કના રૂપિયા લઈએ છીએ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટમાં ચાઈનીઝ દોરા અને તુક્કલ વેચવા પર પ્રતિબંધ છે. આમ છતાં છાને ખૂણે તેનું વેચાણ થઈ રહ્યું છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુક્કલ ક્યા વેચાઈ રહ્યા છે. તેની કિંમત શું વસૂલવામાં આવે છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમે શનિવારે રાજકોટના સદર બજારમાં રિયાલિટી ચેકિંગ કર્યું હતું. 12.30 કલાકે દિવ્ય ભાસ્કરની ટીમ તાલુકા શાળાની બાજુમાં થડો નાખીને વેપાર કરતા વેપારીઓ પાસે પહોંચી હતી. અને ત્યાં જઈને ચાઈનીઝ ફિરકા અને તુક્કલ જોઈએ છે આપ રાખો છો તેમ પૂછયું હતું. જેના જવાબમાં આકાશ રામચંદાણી અને તેની સાથે વેપારમાં જોડાયેલા વેપારીઓએ કહ્યું કે, હાજરમાં નથી પણ ગોડાઉનમાં 40 થી 50 ફિરકા પડ્યા છે તેમ કહ્યું હતું. એક ફિરકાનો ભાવ રૂ. 600 કહ્યો હતો. આ બાદ તેમણે આસિફભાઈ સાથે ફોનથી ચાઇનીઝ દોરા તાત્કાલિક જોઇએ છે તેમ કહી સ્થળ પર બોલાવ્યા હતા અને એ વેપારી તાલુકા શાળા નજીકના થડે 10 મિનિટમાં પહોચ્યા હતા. આસિફભાઈએ એક ફિરકાનો ભાવ રૂ. 700 કહ્યો હતો. કેટલા ફિરકા જોઈએ તેવું પૂછ્યું હતું. ભાવ વધુ શું કામ વસૂલો છો તેવું કહેતા આસિફભાઇ નામના વેપારીએ કહ્યું કે, તમે ગુણવત્તાની ચિંતા ન કરો. આ તો રિસ્કના પૈસા વસૂલ કરીએ છે. આ બધો માલ આ વર્ષનો જ છે, તમને બજારમાં ક્યાંય નહીં મળે, 15 ફિરકા વધુ છે માટે તેણે 15 મિનિટનો સમય માંગ્યો હતો.

આ પછી 1.45 કલાકે તેમનો ફોન આવ્યો 15 ફિરકા છે તેમ કહી એક ફિરકાના રૂ. 750 થશે તેમ કહીને વધુ ભાવ લેવાનો પ્રયાસ કર્યો હતો. અને સ્થળ પર જોવા માટે ટીમને બોલાવી હતી. સ્થળ પર પહોંચ્યા બાદ તેની સાથે આસિક દલવાણી નામનો વેપારી એક ફિરકી લઈને આવ્યો. અેક ફિરકીની કિંમત રૂ. 550 નક્કી કરીને બાકીની 15 ફિરકા ભરેલો થેલો લઇને આવ્યો ત્યારે 2.36 કલાકે પ્ર.નગર પોલીસને સાથે રાખીને દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી અને ચાઈનીઝ ફિરકા સાથે આસિક દલવાણી નામના વેપારીની ધરપકડ કરી હતી.

અમુક વેપારીઓ તગડો નફો કમાવવા લોકોની જિંદગી સાથે કરી રહ્યા છે ગંભીર ચેડાં
ચાઈનીઝ દોરા સાથે વેપારી પકડાયો
સદરમાં થડો રાખીને વેપાર કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

2000 ચાઈનીઝ તુક્કલ જપ્ત કરાયા
ફૈઝલ નામનો વેપારી 2000 તુક્કલ વેચે તે પહેલાં પકડાયો.

કોલકાતા, પીપાવાવ અને મુંદ્રા પોર્ટ પર માલ ઉતરે છે, 5 હવાઈ મથકનો ઉપયોગ
કાપડ અને કોટનના દોરાના નામે થાય છે કૌભાંડ
આવી રીતે ચાઈનાથી માલ ભારતમાં ઘૂસાડી રાજકોટ સુધી પહોંચાડાય છે
ભાસ્કર ન્યૂઝ|રાજકોટ

પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ અને દોરી ચાઈનાથી ભારત અને ત્યાંથી રાજકોટ સુધી ઘૂસાડવા માટે ખાસ પ્રકારનું આખું એક નેટવર્ક ગોઠવાયું છે. 10 હજારથી લઇને 30 હજાર કન્ટેનર ભરાઈ તેવા જાયન્ટ શિપમાં ચાઈનાથી માલ ભારત સુધી મોકલવામાં આવે છે. બલ્કમાં માલ એટલે મોકલવામાં આવે છે કે, બધાની તપાસ ન થાય.ચાઈનાથી આવતો માલ કોલકાતા, મુંદ્રા, પીપાવાવ પોર્ટ પર અથવા તો મુંબઈ,દિલ્હી, કોલકાતા,ચેન્નાઈ, બેંગ્લોર એરપોર્ટ પર બધા કન્ટેનર ઉતરે છે. પોર્ટ પર કે એરપોર્ટ પર કન્ટેનર અટકે નહીં તે માટે બિલ પર ચાઇનીઝ દોરાને કોટનનો દોરો અને તુક્કલને કાપડ તરીકે બતાવવામાં આવે છે. સ્કેનિંગમાં આસાનીથી ન દેખાઈ અને પ્રત્યક્ષ રીતે જોવા પર કોઈને શંકા ન જાય તેથી તુક્કલને પહેલા કોથળી કે પ્લાસ્ટિકના રેપરમાં પેકિંગ કરવામાં આવે છે. પેકિંગ કર્યા બાદ તુક્કલ એક પ્રકારનું યલો કલરનું મુલાયમ કાપડ જ લાગે છે. જેથી કોઈ હાથમાં લે તો તેને કાપડ સમજીને જવા દેવામાં આવે. પોર્ટ પરથી માલ આવ્યા બાદ તે હવાઈ માર્ગે, દરિયાઈ,રેલવે માર્ગે કે અથવા તો રોડ મારફતે રાજકોટ સુધી પહોંચે છે. સામાન્ય રીતે રેલવે અથવા તો રોડનો વધુ વપરાશ થાય છે, પણ જો બજારમાં ડિમાન્ડ વધુ હોય કે તેજી હોય તો હવાઈ માર્ગે પણ બધો માલ તાત્કાલિક રાજકોટ સુધી પહોંચાડવામાં આવે છે.

દેશના હવાઈ મથક અને બંદર મારફતે જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુક્કલને ઘૂસાડવામાં આવે છે. જેમાં હવાઈ માર્ગમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા,ચેન્નાઈ અને બેંગ્લોર મુખ્ય મથક મનાઈ છે અને દરિયાઈ માર્ગમાં કોલકાતા,મુંદ્રા, પીપાવાવ પોર્ટ પર જ ચાઈનીઝ દોરા અને તુક્કલના શિપ ઉતરે છે. અહીં માલ ઉતર્યા બાદ આખા દેશમાં ખાસ કરીને ગુજરાતમાં બધો માલ આવે છે.

પોલીસના અલગ અલગ 4 સ્થળે દરોડા
પ્રદ્યુમનનગર પોલીસે મકરસંક્રાંતિ પૂર્વે શહેરના જુદા જુદા ચાર સ્થળે દરોડા પાડી ચાઇનીઝ દોરીની 27 ફિરકી અને 2000 તુક્કલ સાથે ચાર વેપારીની ધરપકડ કરી છે. પ્રદ્યુમ્નનગર પોલીસે સદરબજારમાંથી ઉઝેફા દલવાણીને ચાઇનીઝ દોરીની 15 ફિરકી સાથે, જ્યારે આ જ વિસ્તારમાંથી ફૈસલ ઇબ્રાહિમભાઇ જુમાણીને 2000 નંગ તુક્કલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે બી ડિવિઝન પોલીસે ગોવિંદબાગ શાકમાર્કેટ પાસેથી અતુલ કાનજીભાઇ લીંબાસિયાને બે ફિરકી અને માલવિયાનગર પોલીસે લોધેશ્વર સોસાયટીમાંથી રમેશ અમૃતભાઇ ઝરિયા નામના વેપારીને ચાઇનીઝ દોરીની 10 ફિરકી સાથે પકડી પાડ્યા હતા. ચારેય વેપારીઓ સામે પોલીસ કમિશનરે જાહેર કરેલા જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધી અટકાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો