તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં સ્વાઈન ફ્લૂગ્રસ્ત મહિલાની તબિયત લથડી, ગંભીર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજકોટ શહેરમાં આ વર્ષે પ્રથમ વખત સિઝનલ (સ્વાઈન) ફ્લૂના કેસ નોંધાયા છે જેમાં પડધરીની મહિલા તેમજ શાળાના બાળકનો સમાવેશ થાય છે. આ પૈકી મહિલાની તબિયત વધુ ખરાબ હોવાનું તબીબોએ જણાવ્યું છે. મહિલાને વાલ્વની બીમારી હતી અને તેની દવાઓ ચાલી રહી હતી આ દરમિયાન જ તેને ચેપ લાગ્યો છે. તેની સારવાર સિવિલના આઈસોલેશન વોર્ડમાં ચાલી રહી છે. ઉપરાંત અન્ય એક બાળક કે જેને પણ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે તેની જાણ શાળા આરોગ્ય તપાસણીમાં થઇ હતી.

22 વિદેશી રાજકોટ આવ્યા, તંત્ર દોડ્યું

કોરોનાને કારણે કેન્દ્ર સરકારે વિદેશથી આવતા તમામ યાત્રિકોને ફરજિયાત ઓબ્ઝર્વેશનમાં રાખવા આદેશ કર્યો છે જેને કારણે 100 કરતા વધુ યાત્રિકો હજુ ઓબ્ઝર્વેશનમાં છે તે પૈકી નવા 22 દર્દી રાજકોટ આવ્યા હોવાની માહિતી મળતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. વિદેશથી આવેલા હોય તેવા અત્યાર સુધીમાં શહેર અને ગ્રામ્યમાં 162 યાત્રિકોને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે જે પૈકી 69 યાત્રિકો હવે ભયમુક્ત છે અને બાકીના પર હજુ આરોગ્ય તંત્રની નજર છે. તેવામાં વધુ 22 યાત્રિકો રાજકોટ પહોંચ્યાની વિગતો સરકારે મોડી સાંજે આરોગ્ય વિભાગને આપતા તંત્રમાં દોડધામ મચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો