તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી પાનેલીના પ્રૌઢને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટાના મોટી પાનેલી ગામે રહેતા 50 વર્ષના પ્રૌઢને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમના સેમ્પલ લઇને તપાસ કરવામાં આવ્યા તેમા સ્વાઈન ફ્લૂ હોવાનું બહાર આવ્યું છે. સૌરાષ્ટ્ર ભરમાં 10 દિવસથી ભારે ગરમી પડી રહી છે આમ છતાં સ્વાઈન ફ્લૂના કેસ દેખાઈ રહ્યા છે. રાજકોટમાં હાલ ગ્રામ્ય વિસ્તારના બે જ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે રાજકોટ શહેરના પણ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. રાજ્ય સરકારે સ્વાઈન ફ્લૂના ડેટા માટેની પધ્ધતિ ઓનલાઈન કરી નાખી છે જેથી રોજેરોજનો ડેટા અપડેટ રહે જો કે આ કારણે રાજકોટ મનપાએ આંકડા જાહેર કર્યા નથી.

અન્ય સમાચારો પણ છે...