તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાઈન ફ્લૂને કારણે 3નાં મોત, 7 કેસ પોઝિટિવ આવ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | રાજકોટ શહેરના 35 વર્ષના યુવાન તેમજ ગીર-સોમનાથ અને જસદણ સહિત સ્વાઈન ફ્લૂને કારણે રવિવારે 3 લોકોનાં મોત થયા હતા અને વધુ 7 કેસ પોઝિટિવ આવ્યા હતા.

રાજકોટ શહેરની ધર્મજીવન સાેસાયટીમાં રાખોલિયા હોસ્પિટલ પાસે રહેતા 35 વર્ષના યુવાનને સ્વાઈન ફ્લૂ લાગુ પડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે બપોરે 12.30 કલાકે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઉપરાંત જસદણના કનેસરા ગામના 55 વર્ષના પ્રૌઢ અને ગીરગઢડા તાલુકાના 57 વર્ષના મહિલાનું પણ સ્વાઈન ફ્લૂથી મોત થયું છે. આ સાથે બે માસમાં કુલ મૃતાંક 55 થયો છે અને સરકારી ચોપડે મૃતાંક 52 થયો છે. રવિવારે વધુ 7 દર્દીઓનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેમાં રાજકોટમાં પંચવટી હોલની સામે રહેતા 58 વર્ષના વૃધ્ધ તેમજ મોચીનગરમાં રહેતા 62 વર્ષના વૃધ્ધાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જસદણના 41 વર્ષના મહિલા, રાજુલા તાલુકાના 40 વર્ષના મહિલા, કેશોદના સારોદ ગામના 43 વર્ષીય પુરુષ, ભેંસાણના 42 વર્ષના યુવક તેમજ ગીર-ગીરગઢડાના મહિલા કે જેમનું મોત રિપોર્ટ પોઝિટિવ આવ્યા પહેલા જ થઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો