તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૈયા સ્માર્ટ સિટીમાં રસ્તાના કામો માટે સરવે-ડિમાર્કેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવી જતા રાજકોટ મહાનગરપાલિકાએ રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં કામગીરી શરૂ કરી છે. 196 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર રસ્તા માટે ડિમાર્કેશન, સરવેની કામગીરી ચાલી રહી છે. ટેક્નિકલ બોર ટેસ્ટિંગની મદદથી જમીનની ચકાસણી શરૂ કરવામાં આવી છે.

રોડ નેટવર્ક વિશે વાત કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, રોડ ડેવલપમેન્ટના ભાગરૂપે સ્માર્ટ સિટી રૈયા વિસ્તારમાં કુલ 21 કિ.મી. રોડ રૂ. 196 કરોડના ખર્ચે ડેવલપ કરવાનું આયોજન છે. જેમા 60 મીટર, 45 મીટર, 40 મીટર, 36 મીટર, 24 મીટર તથા 18 મીટર પહોળાઇના આર.ઓ.ડબલ્યુ.ના રોડનો સમાવેશ થયેલ છે. 60 મીટર પહોળાઇના અંદાજિત 1.62 કિ.મી. રસ્તા તરીકે ડેવલપ કરવામાં આવશે.

પાન સિટી ડેવલપમેન્ટ એટલે કે સમગ્ર રાજકોટ શહેરને આવરી લેતા ડિજિટલ હાઇ વે ઓપ્ટિકલ ફાઇબર કેબલ નેટવર્ક હેઠળ 250 કિ.મી. લંબાઇનો ડક્ટ કરવામાં આવશે. આ ડક્ટ તૈયાર થયા બાદ ઇન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપનીઓ આ ડક્ટ સો જોડાશે જેથી રોડનું ખોદાણ બંધ થશે. સ્માર્ટ સિટી હેઠળ 24 કલાક પાણી વિતરણ, ડ્રેનેજ ક્લેક્ટિવ સિસ્ટમ, પમ્પિંગ સ્ટેશન સાથેની સીવરેજ સિસ્ટમ તૈયાર થશે તેમજ રિસાઇકલ્ડ વોટર સપ્લાય સિસ્ટમ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...