સુરેન્દ્રનગરના 3.23 કરોડના જમીન કૌભાંડમાં 2ની એસીબીમાં શરણાગતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના બામણબોર અને જીવાપની બિનપિયત જમીનનો હેતુફેર કરી સરકારને રૂ.3.23 કરોડનું નુકસાન કરવાના જમીન કૌભાંડમાં તત્કાલિન અધિક કલેક્ટર અને અન્યની શરણાગતિ બાદ આ કેસના અન્ય આરોપીઓ તત્કાલિન ઈન્ચાર્જ મામલતદાર ચોટીલા અને અન્ય એક આરોપીએ એસીબી સામે શરણાગતિ સ્વીકારતા તેમની અટકાયત કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. કેસના આરોપીઓ તત્કાલિન ઈન્ચાર્જ મામલતદાર, ચોટીલા જે.એલ.ધાડવી અને એમ.સી.રાઠોડ, તત્કાલિન મામલતદાર, ચોટીલા અને રાજેશ રામભાઈ ખાચરે રાજકોટ એસીબી સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.

ખોટા રેકોર્ડ ઊભા કરી કૌભાંડ આચર્યું
આરોપી જે.એલ.ધાડવીએ ગેરકાયદે હુકમ કરી રેવન્યૂ રેકર્ડમાં ખોટી નોંધ કરી હતી. એમ.સી.રાઠોડે પોતાના તથા અન્યોના લાભ માટે પાશ્ચર્વતી વેચાણની મંજૂરી આપી ખોટો અભિપ્રાય આપ્યો હતો. જ્યારે રાજેશ ખાચરે સરકારી જમીન પોતાના કુટુંબીના નામે કરવા ખોટો રેકોર્ડ ઊભો કરી ગુનો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...