તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીનો આર્થિક ખેંચથી કંટાળી દુકાનમાં આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૈયારોડ પર સદગુરૂ તીર્થધામમાં આવેલા સ્ટોરમાં વેપારીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી હતી. આર્થિક ખેંચથી કંટાળી વેપારીએ પગલું ભરી લીધું હતું.

રૈયારોડ પર તિરૂપતિનગરમાં રહેતા અને સદગુરૂ તીર્થધામ કોમ્પલેક્સમાં પતંજલી સ્ટોર ધરાવતા ચંદ્રેશભાઇ જીતેન્દ્રભાઇ દેસાઇ (ઉ.વ.42) ગુરૂવારે બપોરે પોતાની દુકાને હતા. સાંજે ચારેક વાગ્યે કર્મચારી દુકાને આવ્યો ત્યારે શટર બંધ હતું. શટર ખોલતાં જ ચંદ્રેશભાઇ ઊંધા પડેલી હાલતમાં જોવા મળ્યા હતા, દેસાઇ પરિવાર તાકીદે દુકાને પહોંચ્યો હતો અને ચંદ્રેશભાઇએ ઝેરી દવા પીધાનું ખુલતા હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જીતુભાઇ બાળા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇમાં નાના ચંદ્રેશભાઇ પતંજલીનો સ્ટોર ધરાવતા હતા અને કેટલાક સમયથી ધંધો બરોબર નહી ચાલતા આર્થિક સંકડામણ ઊભી થઇ હતી અને આર્થિક ખેંચથી પગલું ભરી લીધું હતું. વેપારીના આપઘાતથી તેની આઠ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી.

જયારે અન્ય એક બનાવમાં મવડી રોડ પરના નવલનગરમાં રહેતા ભાવનાબેન ગિરીશભાઇ જોષી (ઉ.વ.47)એ શુક્રવારે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. ભાવનાબેનને સંતાનમાં એક પુત્રી છે અને દસેક વર્ષ પૂર્વે પુત્રનું જન્મ સાથે જ મૃત્યુ થયું હતું. નવજાત પુત્રના મોતથી હતપ્રભ બની ગયેલા ભાવનાબેેને માનસિક બીમારી બાદ આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...