તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્ની રિસામણે જતાં ટ્રાન્સપોર્ટરનો ફાંસો ખાઇ આપઘાત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના કોઠારિયા રોડ પર આવેલા બાબરિયા કોલોની-4માં રહેતા ઇમ્તિયાઝ ઇકબાલભાઇ સાદમાણી નામના યુવાને બુધવારે સવારે તેના ઘરે છતના હૂકમાં મફલરથી ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતા 108ને જાણ કરી હતી. પરંતુ ઇમ્તિયાઝને સારવાર મળે તે પહેલા જ 108ની ટીમે તેનું મોત નીપજ્યાનું જણાવ્યું હતુ. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકનાં એએસઆઇ સુભાષભાઇ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ તપાસમાં બે ભાઇમાં મોટો મૃતક ઇમ્તિયાઝ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. સંતાનમાં બે દીકરી છે. પત્ની કોઇ કારણસર એક વર્ષ પહેલા રિસામણે જતી રહી હતી જેનું માંઠુ લાગતા પગલું ભરી લીધાનું મૃતકના પરિવારે પોલીસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...