તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પામાં નોકરી કરતી યુવતીનો આપઘાત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલા વિઠ્ઠલ એપાર્ટમેન્ટના પાંચમા માળે તનુ સોમનભાઇ કાલિયા નામની 19 વર્ષીય યુવતીએ પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની 108 ટીમને જાણ થતા તુરંત બનાવ સ્થળે દોડી ગઇ હતી. 108ની ટીમે તપાસમાં યુવતીનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. પોલીસમથકના પીએસઆઇ વી.સી.રંગપરિયા ઘટનાસ્થળે દોડી ગયા હતા. તપાસ દરમિયાન આપઘાત કરી લેનાર તનુ મૂળ દિલ્હીની છે. તે ચાર દિવસ પહેલા જ દિલ્હીથી રાજકોટ રહેતા માસીના ઘરે આવી હતી અને કાલાવડ રોડ પર આવેલા સ્પામાં નોકરીએ રહી હતી, પરંતુ આજે તનુની તબિયત સારી ન હોય તે ઘરે હતી. તેની માસી બહાર જતા પગલું ભરી લીધાનું તપાસમાં ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...