તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થોરિયાળી ગામે યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પડધરી તાબેના થોરિયાળી ગામે રાજેશ રામજીભાઇ કલોતરા નામના યુવાને બુધવારે તેના ઘરના લાકડાંની આડીમાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની પરિવારજનોને જાણ થતાં તુરંત રાજેશને નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ તેને સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. પડધરી પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, બે ભાઇ, બે બહેનમાં મોટા રાજેશ ટંકારા ગામે ધો.12માં અભ્યાસ કરતો હતો. તાજેતરમાં જ બોર્ડની પરીક્ષા આપી હોય તે ઘરે જ રહેતો હતો. દરમિયાન ઘરે છત ભરવાનું કામ ચાલતું હોય પિતાએ ઘરકામમાં મદદ કરવા અંગે ઠપકો આપ્યો હતો. જેનું માઠું લાગતાં પગલું ભરી લીધાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે. પડધરી પોલીસે આપઘાતના બનાવ અંગે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...