તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ITI માંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરી વિદ્યાર્થીઓએ બનાવ્યું ફ્યુલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવો સમગ્ર વિશ્વ માટે મોટો પડકાર છે ત્યારે આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ઇન્સ્ટ્રક્ટરે સાથે મળી પ્લાસ્ટિક વેસ્ટમાંથી ફ્યુલ બનાવ્યું છે. આઇટીઆઇના કેમ્પસમાંથી પાન–ફાકીનું પ્લાસ્ટિક, વેફર્સ સહિતના ખાદ્ય પદાર્થના ખાલી પ્લાસ્ટિકના પેકેટ શોધી તેલનો ખાલી ડબ્બો અને પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ તેમજ અન્ય સામગ્રીનો ઉપયોગ કરી ફ્યુલ બનાવ્યું છે અને તેનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે.

ગોંડલ આઇટીઆઇના તાલીમાર્થીઓ ઇશિત કયાડા, ભાલાણી દર્શન, ગજેરા જનક, ગોદાવરિયા દિવ્યેશને વેસ્ટ પ્લાસ્ટિકથી આઇટીઆઇના કેમ્પસમાં ગંદકી થતી હોવાની નજરે પડી હતી. આ ગંદકીનો યોગ્ય નિકાલ કરવાનું આ તાલીમાર્થીઓએ નક્કી કર્યુ અને ત્યાર બાદ આચાર્ય આર.એસ. ત્રિવેદી, ઇન્સ્ટ્રક્ટર જી.એસ. પરમાર, એમ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ફ્યુલ બનાવવા માટે પ્રયોગ શરૂ કર્યો હતો.

ફ્યુલ બનવાવાની રીત અંગે ઇન્સ્ટ્રક્ટર પરમાર અને જાડેજાએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક વેસ્ટને એક ખાલી ડબ્બામાં એકત્ર કરવામાં આવ્યો હતો. ડબ્બા નીચે ઇલેક્ટ્રીક સગળી મૂકવામાં આવી હતી અને ઉપરથી એરપેક કરી (કાચની નળી) જોડવામાં આવી હતી. પ્લાસ્ટીક ગરમ થવાથી ઓગળ્યા બાદ જે ફ્યુલ બને તેને કન્ડેશન મારફત ઠંડી પાડવામાં આવે છે. આ માટે સ્પાઇટલ કન્ડેશનરમાં ઉપરથી પાણી પસાર કરવામાં આવે છે. આ પાણી નીચે પ્લાસ્ટિકની બોટલમાં એકત્ર થાય છે બીજી તરફ નળી મારફતે ફ્યુલ એકત્ર થાય છે. એકત્ર થયેલા ફ્યુલનું ટેસ્ટિંગ કરતા પેટ્રેલ કે ડીઝલની જેમ અતી જ્વલનશીલ હોવાનું બહાર આવ્યું છે. જો કે આ ફ્યુલનું વાહનમાં ટેસ્ટિંગ કર્યું નથી.

બળેલા વેસ્ટમાંથી પેવર બ્લોક બનાવી શકાય
આઇટીઆઇના ઇન્સ્ટ્રક્ચર એમ.બી. જાડેજાએ જણાવ્યું હતું કે, આઇટીઆઇના પ્લાસ્ટિક વેસ્ટમાંથી ફ્યુલ બનાવવાની કામગીરી બાદ બળેલા પ્લાસ્ટિક વેસ્ટનો પણ ઉપયોગ થઇ શકે તેમ છે. બળેલા પ્લાસ્ટિક વેસ્ટમાંથી પેવર બ્લોક પણ બનાવી શકાય છે. આ ઉપરાંત આ બળેલા પ્લાસ્ટિક વેસ્ટનો અન્ય ઉપયોગ માટે પણ લઇ શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો