તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગનાથ વિસ્તારમાં સાત ફ્લેટમાંથી પાણીચોરી ઝડપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટ

મનપાની પાણી ચોરીની ચેકીંગ ટીમે વોર્ડ નં.7માં જાગનાથ વિસ્તારમાં ચેકીંગ કરતા સાત ફ્લેટમાં પાણી ચોરી થતી અને એક સ્થળે પાણીનો બગાડ કરતા 16200નો વહીવટી ચાર્જની વસુલાત કરાઈ હતી.

પાણીનો બગાડ કરનાર શિવશક્તિ ડેરીના સંચાલકોને રૂ.200નો દંડ કરાયો હતો. તેમજ ડાયરેક્ટ પમ્પિંગના કેસમાં ચંપાબેન, એકલવ્ય હોલ સામે, સુધાબેન, ગુરુપ્રેરણા એપાર્ટમેન્ટ, નીલેશભાઈ રાજ, ગુરુપ્રેરણા એપાર્ટમેન્ટ, આશાબેન મહેતા, પ્રશાંતભાઈ સાગર, હેતલ એપાર્ટમેન્ટ-જાગનાથ, આશિષભાઈ સોની, હેતલ એપાર્ટમેન્ટ-જાગનાથ, હર્ષદભાઈ માણેક, હેતલ એપાર્ટમેન્ટ-જાગનાથ તથા નકુમભાઈ સોની, હેતલ એપાર્ટમેન્ટ-જાગનાથને રૂ.2000-2000નો દંડ વસુલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...