તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12 સાયન્સમાં ગણિતનું પેપર મોડરેટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધો.10માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની ગુજરાતી દ્વિતીય વિષયની અને ધો.12 સાયન્સમાં ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ધો.10માં ગુજરાતી વિષયનું પેપર સરળ નીકળ્યું હતું, જ્યારે ધો.12 સાયન્સમાં એનસીઇઆરટી મુજબના નવા અભ્યાસક્રમની પ્રથમ પરીક્ષામાં ગણિતનું પેપર સરળના બદલે મોડરેટ નીકળતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા.

ધો.10માં ગુજરાતી દ્વિતીય વિષયના પેપરમાં 4091 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાંથી 4058 હાજર અને 33 ગેરહાજર રહ્યા હતા.

ધો.10માં ગુજરાતીનું પેપર ખૂબ જ સહેલું નીકળ્યું

ધો.10માં ગુજરાતી દ્વિતીય વિષયનું પેપર ખૂબ જ સરળ નીકળ્યું હતું. નિબંધમાં પ્રદૂષણ, મોંઘવારી, આદર્શ મહાત્મા ગાંધી જેવા વિષયો પૂછાતા વિદ્યાર્થીઓ આસાનીથી જવાબ આપી શક્યા હતા. સવાલો સરળ પૂછાયા હતા. વિષય બહારના સવાલ ન પૂછાયા હોય તેથી વિદ્યાર્થીઓ આસાનીથી સારો સ્કોર કરી શકે તે પ્રકારનું પેપર હતું.

> પ્રાર્થના જોશી, ઓસમ પાઠક સ્કૂલ

નવા અભ્યાસક્રમનું પ્રથમ પેપર અઘરું પડ્યું

ધો.12 સાયન્સમાં ગણિતના પેપરમાં એનસીઇઆરટી મુજબના નવા અભ્યાસક્રમનું પ્રથમ પેપર નીકળ્યું હતું. જેમાં પેપર સહેલું નીકળવાની ધારણા ખોટી પડી હતી અને પેપર મોડરેટ નીકળતા વિદ્યાર્થીઓને મૂંઝવ્યા હતા. એમસીક્યુનો પાર્ટ લેન્ધી અને અઘરો નીકળ્યો હતો. જ્યારે બીજો પાર્ટ ટેકસ્ટ બુક બેઝ હોવાથી સરળ રહ્યો હતો.

> ભાવેશ પાઠક, શિક્ષક, કનેરિયા સ્કૂલ

ધો.10માં ગુજરાતીનું પેપર સરળ નીકળતા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી રાજી

એક્સપર્ટ ઓપિનિયન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો