• Gujarati News
  • National
  • Rajkot News Starting Caa Implementation Citizenship Cannot Be Obtained Without The Website Being Updated 072618

CAAનો અમલ શરૂ, વેબસાઇટ અપડેટ ન થતાં નાગરિકતા મેળવી શકાતી નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે 12 ડિસેમ્બરે નાગરિકતા સુધારા એક્ટ મંજૂર કર્યો અને ગેેજેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં 14 વર્ષના બદલે 6 વર્ષથી ભારતમાં રહેતા હોય અને પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના અલ્પસંખ્યકને નાગરિકતા આપવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. નાગરિકતા મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની છે. આ ઓનલાઇન અરજી કરવા આ ત્રણેય દેશના અલ્યસંખ્યક ઇન્ડિયન સિટિઝનશિપની સાઇટ પર જાય છે ત્યારે તેમાં સાઇટ અપડેટ થઇ ન હોવાથી અરજી કરી શકતા નથી. જેના પગલે રાજકોટ શહેરમાં રહેતા 154 પરિવારના 704 વ્યક્તિ નાગરિકતા મેળવવા અરજી કરી શક્યા નથી. આમ કેન્દ્ર સરકારે એક્ટ પાસ કરી દીધો, પરંતુ તેના અમલ માટે વેબસાઇટ અપડેટ કરી નથી. રાજકોટ મહેશ્વરી ફાઉન્ડેશન ટ્રસ્ટના સુનિલે જણાવ્યું હતું કે, નાગરિકતા મેળવવા માટે અગાઉ પણ કાયદો હતો. જેમાં 14 વર્ષ ભારતમાં રહેતા હોવા જોઇએ, નાગરિકતા મેળવવા અરજી કરવામાં આવે ત્યારે તે વ્યક્તિ 12 માસથી સતત ભારતમાં રહ્યા હોવા જોઇએ, સહિતની વિગતો રજૂ કરવી પડતી હતી. 12 ડિસેમ્બર 2019ના કેન્દ્ર સરકારે આ કાયદામાં ફેરફાર કર્યો અને 6 વર્ષથી ભારતમાં રહેતા હોય તેમને નાગરિકતા મળશે. નાગરિકતા મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે, પરંતુ વેબસાઇટ અપડેટ ન હોવાથી નવા કાયદા મુજબ અરજી કરી શકાતી નથી.

રાજકોટના 154 પરિવારના 704 સભ્ય સહિત સમગ્ર દેશમાં નાગરિકતા મેળવવા ઇચ્છુક ઓનલાઇન અરજી કરી શકતા નથી

કાયદો બન્યો, પણ લાભ મળતો નથી

રાજકોટના મહેશ્વરી સમાજના સુનિલ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, અમે તથા અન્ય 704 લોકો કરાચીથી ભારત આવ્યા છીએ. કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદા હેઠળ 14 વર્ષના બદલે 6 વર્ષથી દેશમાં રહેતા હોય તેમને નાગરિકતા આપવા સીએએ કાયદો બનાવ્યો છે. 12 ડિસેમ્બરથી તેનો અમલ શરૂ થયો છે, પરંતુ તેનો લાભ હજુ સુધી અમને મળ્યો નથી. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર, વડાપ્રધાનની ઓનલાઇન પોર્ટલ પર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ પ્રશ્ન હલ થયો નથી.
અન્ય સમાચારો પણ છે...