• Gujarati News
  • National
  • Rajkot News Started Making Ventilator In Rajkot Testing Will Be Done Tomorrow 071027

રાજકોટમાં વેન્ટિલેટર બનાવવાનું શરૂ કરાયું, કાલે ટેસ્ટિંગ થઇ જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનામાં વેન્ટિલેટરની ડિમાન્ડને પહોંચી શકાય તે માટે રાજકોટના ઉદ્યોગપતિએ વેન્ટિલેટર બનાવવાનું બીડું ઝડપ્યું છે. જ્યોતિ સીએનસીમાં આ વેન્ટિલેટર બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને કાલ શનિવાર સુધીમાં તેનું ટેસ્ટિંગ પણ થશે. જો વેન્ટિલેટર ટેસ્ટિંગમાં પાસ થઈ જશે તો માસ પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવશે.

વેન્ટિલેટર બનાવવા માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે. વેન્ટિલેટર રાજકોટની કંપનીના કર્મચારી અને નિષ્ણાત વ્યક્તિની સાથે અમદાવાદના લોકો પણ જોડાશે. જ્યારે સુરતથી ખાસ મશીનરી અને તેના પાર્ટસ મગાવવામાં આવ્યા છે.જો ટેસ્ટિંગ સફળ થશે તો રાજકોટ બાદ જામનગર અને મોરબીમાં પણ બનાવાવનું શરૂ કરવામાં આવશે. હાલના તબક્કે 500થી વધુ વેન્ટિલેટર બનાવવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ જે રીતે ડિમાન્ડ નીકળશે તે મુજબ ઉત્પાદન કરવામાં આવશે. વેન્ટિલેટર આખા ગુજરાતમાં મોકલવામાં આવશે. આ અંગે કંપનીના સીએમડી પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બધી તૈયારી થઇ ગઈ છે. માત્ર ટેસ્ટિંગમાં સેમ્પલ પાસ થાય તેની રાહ જોવાઇ રહી છે. આ સેમ્પલ પાસ થઇ જાશે. તો આગામી દિવસોમાં માસ પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવશે અને અહીં બનતા વેન્ટિલેટર આખા રાજ્યમાં મોકલવામાં આવશે. કલેકટર સાથે થયેલી બેઠકમાં વેન્ટિલેટર બનાવવા માટેની તૈયારી પરાક્રમસિંહએ બતાવી હતી અને કામ શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...