બહેનો માટે વીઆર વન ગ્રૂપ દ્વારા ખાસ તાલીમવર્ગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહેનો પોતાની પાસે રહેલી આવડતનો ઉપયોગ કરે અને તેે પગભર થાય તે માટે લેઉઆ પટેલ સમાજની બહેનો દ્વારા સંચાલિત વીઆર વન ગ્રૂપ દ્વારા ખાસ પ્રકારના તાલીમવર્ગો શરૂ કરવામાં આવ્યા છે. 19 મે સુધી આ તાલીમ વર્ગ શરૂ રહેશે. આ તાલીમ કેમ્પમાં શર્મિલાબેન બાંભણિયા બહેનોને એન્કરિંગ, ભરત ગૂંથણ, ડિફેન્સ અને દાંડિયારાસની તાલીમ આપી રહ્યા છે. દરેક સમાજની બહેનો આ તાલીમ કેમ્પમાં ભાગ લઈ શકશે. નાનામવા મેઇન રોડ ખાતે આવેલ ક્રિષ્ના હાઇસ્કૂલમાં આ તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય બપોરના 4.00 થી 6.00 સુધીનો છે. પ્રથમ દિવસે 200 બહેનોએ આ તાલીમ કેમ્પમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...