તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Special Relief To The Families Of Soldiers By The Institute Of Company Secretaries Of India 070642

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા સૈનિકોના પરિવારોને ખાસ રાહત અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતીય સેના, ભારતીય હવાઇદળ, ભારતીય નૌકાદળ અને તમામ અર્ધ લશ્કરી દળોના શહીદોના પરિવારો અને કાયમી અપંગતાના કેસોને સીએસ કોર્સમાં, રજિસ્ટ્રેશન અને પરીક્ષા ફીમાં 50 થી 100 ટકા સુધીની વિશેષ રાહત આપવામાં આવશે. જેના માટે આઇસીએસઆઇ દ્વારા ‘આઇસીએસઆઇ સ્ટુડન્ટસ એજ્યુકેશન ફંડ ટ્રસ્ટ’નું સર્જન કરવામાં આવ્યું છે. જે આર્થિક રીતે પછાત અને શૈક્ષણિક રીતે ઉત્સાહિત વિદ્યાર્થીઓને મદદ કરશે. જે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં નાણાકીય ટેકો પૂરો પાડવા માટે સહાય કરશે.

આ ઉપરાંત આઇસીએસઆઇએ શહીદોની દીકરીઓને શિક્ષણ માટે ભંડોળ પણ સ્થાપ્યું છે. જેના હેઠળ મહેમાનો અને સ્પીકરોને સંસ્થાના વિવિધ કાર્યક્રમોમાં અપાતા પુષ્પ ગુચ્છના રિવાજો બંધ કરવામાં આવ્યા છે અને તેનાથી એકત્રિત કરવામાં આવેલી રકમ શહીદોની પુત્રીઓને શિક્ષણ અને કલ્યાણમાં મૂકવામાં આવે છે.

આ સાથે જ રાજકોટ ચેપ્ટર ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા ધો.12માં ઉત્તીર્ણ થયેલા અને ગ્રેજ્યુએશન માટે અભ્યાસ કરતા તથા ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે કંપની સેક્રેટરીઝના કોર્સ વિશે માહિતી આપતો ફ્રી સેમિનાર તારીખ 20મી એપ્રિલના રોજ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી 307, યોગી આનંદ કોમ્પ્લેક્સ, ચૌધરી હાઇસ્કૂલની સામે, રાજકોટ ખાતે યોજવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...