તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Solariam Is Wrong If You Want To Work Come To Sonsara Women39s Talati Gift 073011

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂર્યરામપરાવાળા ખોટા છે, કામ કરવું હોય તો સણોસરા આવો : મહિલા તલાટીનો બફાટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ તાલુકાના સણોસરા તલાટી હસુમતીબેનને સૂર્યરામપરા ગામનો પણ ચાર્જ અપાયો છે. ગામની વસ્તી 130 જેટલી હોવાથી તમામ રેકોર્ડ સણોસરા ગામે ખસેડી દેવાયું છે. મહિલા તલાટી ગ્રામપંચાયતે જ ન આવતા વિજય કુમારખાણીયા નામના અરજદારે જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચ્યો હતો. તેવામાં અન્ય એક અરજદારે શુક્રવારે ફોન કરતા મહિલા તલાટી તેમજ તેના પતિએ રીતસર ખખડાવી આખા ગામને ખોટું કહી જોઈ લેવાનો બફાટ કર્યો હતો.

શુક્રવારે સૂર્યરામપરાના મુકેશ નામના અરજદારે તલાટીને ફોન કરીને ગામમાં ક્યારે આવવાના તે પૂછ્યું હતું. આ પૂછતા જ તલાટી ગુસ્સે થયા હતા અને કામ હોય તો સણોસરા આવવા કહ્યું હતું. મુકેશે ના પાડતા વધુ ગિન્નાયા હતા તેવામાં જ તલાટીના પતિ રમેશે ફોન પર અરજદારને મનફાવે તેમ બોલ્યા હતા. આ જ વખતે હસુમતીબેન ભાન ભૂલ્યા હોય તેમ ‘આખું રામપરા ખોટું છે, હું કામ કરવા રાજી છું પણ સણોસરા આવવું પડશે. ’ તેમ કહ્યું હતું. આ ઉપરાંત બધાનુ નામ લિસ્ટમાં હોવાની ધમકી આપી હતી.

સૂર્યરામપરાના ગામજનો અને તલાટી વચ્ચે ઘણા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે પણ ફોન પર તલાટી અને તેમના પતિ બંનેએ ભાન ભૂલી આખા ગામને ભાંડવાનું શરૂ કર્યું હતું.

ટીડીઓએ સ્થળ મુલાકાત લીધી હતી
ડિસેમ્બર માસમાં વિજય કુમારખાણીયા નામના વ્યક્તિએ જિલ્લા વિકાસ અધિકારીને તલાટી વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. જે મામલે તાલુકા વિકાસ અધિકારી સ્થળ તપાસ કરવા ગયા હતા અને ત્યાં ગ્રામપંચાયત કચેરી ધૂળ ખાતી જોવા મળતા તલાટી તેમજ સરપંચને સૂચના આપી હતી.

ગામવાળા કુહાડી અને ધારિયા લઈને ઊભા હોય છે : તલાટી મંત્રીનો આક્ષેપ
તલાટી હસુમતીબેને અરજદારને તતડાવતા કહ્યું હતું કે સૂર્યરામપરામાં તેમની સુરક્ષાની કોઇ ગેરંટી નથી. ગ્રામજનો કુહાડી અને ધારીયા લઈને ઊભા હોય છે. આ અંગે તેમનો સંપર્ક કરતા તલાટીના પતિએ જ વાત કરી હતી અને ગામમાં અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેઠા હોવાથી જતા નથી તેવી વાત કરી હતી. આ ઉપરાંત ફક્ત 130ની વસ્તી ધરાવતા સૂર્યરામપરાના લોકોને જ તકલીફ છે જ્યારે સણોસરાની 5000ની વસ્તી હોવા છતાં એક પણ ફરિયાદ નથી આવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો