તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણ બચાવવા અને વીજળી બિલ ઘટાડવા કેન્દ્ર સરકારે સોલાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પર્યાવરણ બચાવવા અને વીજળી બિલ ઘટાડવા કેન્દ્ર સરકારે સોલાર રૂફટોપ સિસ્ટમ યોજના અમલમાં મૂકી છે. આ સિસ્ટમ લગાવવાથી દરેક રહેણાક વીજગ્રાહક વીજળી ઉત્પન્ન કરી પોતે તેનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આ યોજના હાલ રહેણાક ગ્રાહકો માટે ખોટનો ખાડો બની હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. જે ગ્રાહકોએ રહેણાકમાં સોલાર રૂફટોપ ફિટ કરાવ્યું છે તેઓ દર મહિને એવરેજ 240 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. તેમાંથી ગ્રાહકને પોતાના વપરાશના યુનિટ બાદ કર્યા બાદ જે યુનિટ વધે છે તેનો વર્ષે હિસાબ કરીને થતી રકમ ગ્રાહકના ખાતામાં જમા આપવામાં આવે છે. અત્યાર સુધી સોલાર રૂફટોપના ગ્રાહકોએ ઉત્પન્ન કરેલી વીજળીના રૂપિયા 3.15 લેખે વળતર અપાતું હતું પરંતુ તાજેતરમાં જ વીજ કંપનીએ ખરીદ વીજળીની કિંમતમાં એકએક 0.71 પૈસાનો ઘટાડો કરીને 2.44 રૂપિયા કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલ હેઠળ હાલ 5772 વીજ ગ્રાહકો સોલાર રૂફટોપનો ઉપયોગ કરી રહ્યા છે. વીજળીની ખરીદ કિંમતમાં ઘટાડો થતા પ્રત્યેક ગ્રાહકને વર્ષે અંદાજિત રૂપિયા 2000 ઓછા મળશે. એટલે કે સૌરાષ્ટ્રના 5772 ગ્રાહકોને વર્ષે 1,18,02,585.6 કરોડ ઓછા મળશે.

અન્ય સમાચારો પણ છે...