તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્યાંગો માટે છઠ્ઠો દિવ્યાંગ પતંગ મહોત્સવ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સહયોગ વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૧૪ના રોજ ઉત્તરાયણ નિમિતે ૧૧ કલાકે માલવીયા કોલેજ ગ્રાઉન્ડખાતે દિવ્યાંગો માટે છઠ્ઠો દિવ્યાંગ પતંગ મહોત્સવ યોજાશે. જેમાં ૬૦ થી ૭૦ દિવ્યાંગો ભાગ લેશે. અને વિશેષમાં આ વર્ષે પહેલીવાર દિવ્યાંગો માટે પતંગ સ્પર્ધા પણ યોજાશે. જેમાં સંસ્થા દ્વારા જીતનાર જેન્ટ્સ, લેડીઝ એમ બન્ને વિભાગમાં ઇનામો આપી પ્રોત્સાહિત કરાશે. સાથે પતંગ દોરા, ચા પાણી, નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા કરાઇ છે તેમ પ્રમુખ અનવરભાઇ મુસાણીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...