તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Silver Medal To Ilaban Devmurari In State Level Para Power Lifting 072634

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્ય કક્ષાની પેરા પાવર લિફ્ટિંગમાં ઇલાબેન દેવમુરારીને સિલ્વર મેડલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રમતગમત ક્ષેત્રે રાજકોટના દિવ્યાંગ ખેલાડીઓ વિવિધ રમતોમાં રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરી રહ્યાં છે. ત્યારે વધુ એક મહિલા દિવ્યાંગ ખેલાડીએ રાજ્યકક્ષાએ મેડલ મેળવ્યો છે. રાજકોટ યુનિક વિકલાંગ ટ્રસ્ટ સાથે જોડાયેલા ઇલાબેન વિજયકુમાર દેવમુરારીએ તાજેતરમાં પેરા સ્પોર્ટસ એસોસિએશન ઓફ ગુજરાતના નેજા હેઠળ અમદાવાદમાં યોજાયેલી સિનિયર-જુનિયર પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઇલાબેને 70 કિ.ગ્રા.ની કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે 30, 40 અને 50 કિ.ગ્રા. વજન ઉપાડી સિલ્વર મેડલ મેળવ્યો છે. પતિને આર્થિક રીતે મદદ કરવા બ્યુટીપાર્લર ચલાવતા ઇલાબેને અગાઉ ખેલ મહાકુંભમાં ગોળા ફેંકમાં પણ મેડલ મેળવ્યાં છે. પાવરલિફ્ટિંગમાં અન્ય પેરા ખેલાડીઓને જોઇ બે વર્ષ પૂર્વે આ રમતમાં જોડાયા અને ટૂંકા જ ગાળામાં મેડલ સાથે સફળતા મેળવી છે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં રાજકોટના ત્રણ મહિલા પેરા ખેલાડીએ ભાગ લીધો હોવાનું ટ્રસ્ટના શૈલેષભાઇ પંડ્યાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો