તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોખળદડના પ્રૌઢ પર શાપરના દંપતી અને તેના પુત્રનો હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખોખળદડ પાસેના શિવનગરમાં રહેતા નરેન્દ્રભાઇ ભોલાભાઇ હળદરિયા નામના પ્રૌઢ પર શાપર ગામે રહેતા જાદવ રામા કીન્દરખેડિયા, તેની પત્ની શારદા અને પુત્ર નિલેશે પાઇપથી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. હુમલાના બનાવમાં પ્રૌઢ ઉપરાંત તેના પત્ની, પુત્ર અને પુત્રવધૂને પણ ઇજા થઇ છે.

ફરિયાદ મુજબ નરેન્દ્રભાઇએ આરોપી જાદવના મારફત પીપળિયાના શખ્સ પાસેથી બે મહિના પહેલા ઓટો રિક્ષા વેંચાણ લીધી હતી. રિક્ષા વેચનારે અગાઉ 10 હપ્તા ભર્યા હોય બાકીના હપ્તા પોતાને ભરવાનું કહી રિક્ષા વેચી હતી. દરમિયાન ફાયનાન્સ કંપનીવાળા ઘરે આવી આ રિક્ષાના હપ્તા બાકી હોય ખેંચી ગયા હતા. તપાસ કરતા રિક્ષાના બે હપ્તા ચડત હોવાની માહિતી મળી હતી. જેથી આ મુદ્દે રિક્ષા વેચનારને પૈસા ભરી દેવાની વાત કરી હતી. તેમ છતા તે રિક્ષાના ચડત હપ્તા ભરતો ન હોય જાદવને વાત કરી હતી. ત્યારે ગુરૂવારે રાતે નરેન્દ્રભાઇ પરિવાર સાથે ઘરે હતા. તે સમયે જાદવ તેનો પુત્ર પ્રકાશ અને પત્ની શારદા ઘરે ધસી આવ્યા હતા અને ગાળો ભાંડી હુમલો કર્યો હતો. હુમલામાં નરેન્દ્રભાઇ ઉપરાંત પુત્ર પ્રકાશ અને પુત્રવધૂ ભારતીને ઇજા થઇ હતી.

અન્ય બનાવમાં ઘંટેશ્વર 25 વારિયામાં રહેતા ઇમરાન મહમદભાઇ સકરિયાણી નામના યુવાન પર અનિલ રમેશ યાદવ તેની પત્ની ખુશી, કંચન રમેશભાઇ યાદવ અને અરવિંદ મારવાડી નામના શખ્સે ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ શંકા કરી તું અમારા ઘર પાસેથી કેમ નીકળે છે તેમ કહી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો