તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Seminar On Sunday For Improving The Amendments In The Companies Act 035111

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંપનીઝ એક્ટમાં થયેલા સુધારા વધારા અંગે રવિવારે ચેમ્બર દ્વારા સેમિનાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | તાજેતરમાં કેન્દ્ર સરકારે કંપનીઝ એક્ટ 2013 માં સુધારા વધારા કર્યા છે. જેમાં કંપનીઓએ ડિપોઝિટને લગતા, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાને લગતા તથા એમ.એસ.એમ.ઇ. સપ્લાયર્સના બાકી લેણા અંગેના ભરવા પાત્ર ફોમ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડિપોઝિટ સ્કીમને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકારે ખાસ વટહુકમ બહાર પાડ્યું છે.આ નવા નિયમોની જાણકારી અને માર્ગદર્શન માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનાર 3 માર્ચ રવિવારે સવારે 10 કલાકે ચેમ્બરના હોલમાં યોજાશે.આ સેમિનારમાં કંપની સેક્રેટરી ધર્મેન્દ્ર ગણાત્રા કંપની એક્ટના સુધારાઓ તથા ભરવાપાત્ર ફોર્મની માહિતી આપશે.જેમાં કંપની અેક્ટમાં સુધારા આવવાથી એમ.એસ.એમ.ઈ. ને શું ફાયદો થશે,શું નુકસાન થશે,તેને કયા કયા નવા નિયમોનું પાલન કરવાનું રહેશે તે સહિતની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવશે. દરેક વેપારીઓ આ સેમિનારમાં ભાગ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો