તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયનાન્સવાળાને આવતા જોઈને આધેડે 1લા માળેથી ઠેકડો માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મવડીના ઉદયનગરમાં કોમ્પલેક્સમાં પ્રથમ માળે કામ કરી રહેલા આધેડે ફાયનાન્સ કંપનીના કર્મચારીઓને જોઇ પહેલા માળેથી ઠેકડો માર્યો હતો. હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થતાં આધેડને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્રણ હપ્તા ચડત થઇ ગયા હોય ઝઘડાથી બચવા આધેડે કૂદકો મારી દીધો હતો.

મવડી ચોકડી પાસેની મુરલીધર સોસાયટીમાં રહેતા વિજયભાઇ ભીખુભાઇ અભાણી (ઉ.વ.45)એ ઉદયનગરના વિશાલ કોમ્પલેક્સના પહેલા માળથી પડતું મુકતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. વિજયભાઇ અભાણીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, પોતે ઘર નજીક ગંગેશ્વરી વેલ્ડિંગ નામે ફેબ્રિકેશનનું કામ કરે છે. અગાઉ ધંધા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં ફાયનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી ને રૂ.7-7 હજારના ત્રણ હપ્તા ચડી ગયા હતા.વિજયભાઇ વિશાલ કોમ્પલેક્સના પહેલા માળે ફેબ્રિકેશનનું કામ કરતા હતા ત્યારે ફાયનાન્સ કંપનીના બે કર્મચારીઓ તેમને મળવા જઇ રહ્યા હતા. ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ ચડત હપ્તની ઉઘરાણી કરશે અને ઝઘડો થશે તેવી ભિતી લાગતાં વિજયભાઇએ પહેલા માળેથી પડતું મુકી દોટ મુકવાની કોશિષ કરી હતી. પહેલા માળેથી ઠેકડો મારવાને કારણે વિજયભાઇના હાથ-પગમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...