તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Security Arrangement Alert Across The Country Following The Attack On India In Pakistan 035557

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનમાં ભારતે કરેલા હુમલાને પગલે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા એલર્ટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાકિસ્તાનમાં ભારતે કરેલા હુમલાને પગલે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા એલર્ટ કરી દેવામાં આવી છે ત્યારે રાજકોટ ડોમેસ્ટિક એરપોર્ટ પર પણ રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. એરપોર્ટ પર તૈનાત તમામ સીઆઈએસએફના જવાનોને રાઉન્ડ ધી ક્લોક ડ્યૂટી પર રહેવા અને સમગ્ર એરપોર્ટને ચારેય દિશાઓથી ઘેરી લેવા અને તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવા આદેશ આપી દેવાયા છે. અહીંના એરપોર્ટ પર 125થી વધુ CISFના જવાનો એરપોર્ટના સુરક્ષા કવચ બન્યા છે અને તમામ હલચલ પર નજર રાખી રહ્યા છે. બીજી બાજુ શહેરના રેલવે સ્ટેશનમાં પણ પોલીસ ડોગ સ્કવોડ સાથે સઘન ચેકિંગ કર્યું હતું. એસ.ટી બસ સ્ટેન્ડમાં પણ બહારથી આવતા દરેક યાત્રિકો પર નજર રાખવામાં આવી રહી છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન તમામ સ્થળોએ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. યાત્રિકોના માલ-સમાન સહિતની વસ્તુઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

રેલવે સ્ટેશનો મોટા બસસ્ટેશનો અને એરપોર્ટ ઉપર સુરક્ષા તથા ચેકિંગ વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. દરેક સ્થળે પોલીસ દ્વારા શંકાસ્પદ મુસાફરો તથા માલસામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડોગ તથા બોમ્બ ડિસ્પોઝલ ટીમ, મેટલ ડિટેક્ટરની મદદ લેવાઇ રહી છે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજકોટમાં રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન પણ સઘન ચેકિંગ હાથ ધરાયું છે. તંત્ર દ્વારા સુરક્ષાના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો