રાત્રે સ્વિફ્ટ કારમાં આવેલા ત્રણ શખ્સ સ્કોર્પિયો ચોરી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં લોકડાઉન વચ્ચે કારમાં આવેલા શખ્સો કારની ચોરી ગયાનો તેમજ અન્ય એક કારમાં નુકસાન કરી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

રણછોડનગર-13માં રહેતા મયૂરસિંહ ગુણુભા જાડેજા નામના ઇમિટેશનના ધંધાર્થીએ તેના ઘર પાસે પાર્ક કરેલી સ્કોર્પિયો કાર કોઇ ત્રણ દિવસ પહેલા રાત્રીનાં ચોરી ગયું હતું. જ્યારે તેના પાડોશમાં રહેતા કરણભાઇ શાહની કારની અંદર રહેલી સાઉન્ડ સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું હતું.

ઇમિટેશનના ધંધાર્થીએ સવારે સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રીના સમયે એક સ્વિફ્ટ કારમાં આવેલા ત્રણ શખ્સ સ્કોર્પિયો કાર ચોરી ગયા હતા. પાડોશીની કાર પણ ચોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમા સફળતા નહી મળતા કારમાં રહેલી સાઉન્ડ સિસ્ટમને નુકસાન કરી નાસી ગયા હતા. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ
હાથ ધરી છે.

પાડોશીની કારને પણ ચોરવાનો પ્રયાસ, સાઉન્ડ સિસ્ટમને નુકસાન

અન્ય સમાચારો પણ છે...